મોરબીમાં ગઈકાલે સાંજે પુલ તુટી જતાં સેંકડો લોકોના જીવ ગયા છે. આ સાથે જ 200 જેટલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 190 લોકોના મોત થયાં છે જેમાં 30થી વધુ બાળકોનો સમાવેશ થાય છે…
Advertisement
Advertisement
બીજી તરફ હોસ્પિટલમાં ચીસો સંભળાઈ રહી છે… માતા-પિતા બસ તેના મૃત બાળકોને ગળે લગાવીને બસ એટલુ કહી રહ્યાં છે દિકરા બસ હવે તો ઉઠી જા… હોસ્પિટલમાં કાળો કલ્પાંત ઉભો થયો છે… ઘાયલ લોકોને મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં તમામ લોકોની સારવાર કરવામાં આવી રહી છે…
હોસ્પિટલના પહેલા માળથી ત્રીજા માળ સુધી ખાટલામાં જ્યાં નજર કરો ત્યાં બસ મૃતદેહો જ પડ્યા હતાં. બાળકો જાણે હમણાં બોલશે તેવી રાહ જોતા હોય તેમ માતા-પિતા બાળકોને જગાડી રહ્યાં હતાં.. પરિવારના સભ્યો બસ એટલુ જ કહેતા હતા ‘જાગી જા દીકરા જાગી જા..’
હોસ્પિટલના દ્રશ્યો જોઈને ભલભલા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.. કેટલાક સ્વજનો પોતાના પરિવારના લોકોને શોધતા હતા તો કેટલાકના પરિવારના લોકોની સારવાર ચાલી રહી હતી.. અમુક પરિવારના સભ્યોની અચાનક મૃતદેહ જોઈને તબિયત પણ લખડી ગઈ હતી.
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની ઘટનાએ સાંજથી જ મોરબીમાં હાહાકાર મચાવી દીધો છે. આ સાથે જ આજે મોરબી સજ્જડ બંધ છે… બચાવ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે….
Advertisement