સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સુરતમાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. 30 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
સુરતમાં ઘણા લાંબા સમય પછી આવકવેરા વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. સુરતના મોટા ડાયમંડ ઉદ્યોગપતિ અને તેના 25થી 30 સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા કોઇ નામ જાહેર કરવામાં આવ્યુ નથી પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ છે. સુરત, અમદાવાદ ઉપરાંત મુંબઇના કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. વિદેશમાં પણ તેમની ઓફિસ છે પણ કોઇ દરોડા પાડી શકાયા નથી.
કોંગ્રેસે સાધ્યુ નિશાન
ગુજરાત કોંગ્રેસના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી આ મામલે ટ્વીટ કરવામાં આવ્યુ છે કે, કોંગ્રેસની જીતથી બોખલાઇ ગયેલી ભાજપ સરકાર દ્વારા અલગ અલગ જગ્યાએ વ્યાપારીઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમામ વ્યાપારી મિત્રોને કોંગ્રેસનો સંદેશ છે.” આ સાથે જ હેશટેગ મારવામાં આવ્યુ છે #Daro_mat #કોંગ્રેસ_આવી_ગઇ_ છે.
Advertisement