હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની પૂરેપૂરી શક્યતા દર્શાવાઈ છે. હાલમાં કોઈ માવઠાની શક્યતા નથી.
Advertisement
Advertisement
ભારતીય હવામાન વિભાગ દ્વારા વરતારો કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે અને ગરમી વધશે. જો કે આજનું અમદાવાદનું તાપમાન મહત્તમ 41 ડિગ્રી હતું. સપાસ રહેવા પામે છે. જ્યારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ જ સરેરાશ છે.
પરંતુ જેમ જેમ એપ્રિલ મહિનો આગળ વધશે તેમ તેમ તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 40.4, સુરતનું 37 ડિગ્રી, રાજકોટનું 38 ડિગ્રી, ભૂજનું 39 ડિગ્રી, મહેસાણાનું 39 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
હાલમાં કોઈ વરસાદનું વાતાવરણ જણાતું નથી. આકાશ સ્વચ્છ રહેશે.
Advertisement