ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં હવે ગણતરીનો સમય બાકી છે. આ પહેલા રાજકીય પાર્ટી જનસભા અને રોડ શો કરીને મતદારોને લુભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સૂરતમાં ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલ ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થર ફેક્યો હતો. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, “27 વર્ષમાં કશું કર્યુ હોત તો પથ્થર ના મારવો પડત.”
આ રોડ શોને મીડિયા પણ કવર કરી રહ્યુ હતુ તો કેમેરા પર પણ પથ્થર લાગ્યા હતા. જ્યારે પથ્થરમારો શરૂ થયો ત્યારે અરવિંદ કેજરીવાલ પોતાની ગાડીની અંદર બેસી ગયા હતા અને જ્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી તો ફરી આવીને રોડ શો કરવા લાગ્યા હતા.
સૂરતનમાં જનસભાને સંબોધિત કરી
આ રોડ શો પહેલા કેજરીવાલે સૂરતના હીરા બજારમાં એક જનસભાને સંબોધી હતી. અરવિંદ કેજરીવાલે વેપારીઓને I Love You કહીને ભાષણ શરૂ કર્યુ હતુ. કેજરીવાલે કહ્યુ કે મારી નજરમાં એક એક વેપારી હીરો છે, તેમણે કહ્યુ કે કોઇને પણ સરકાર પાસે પોતાનું કામ કરાવવામાં કોઇ પરેશાની ના હોવી જોઇએ.
વેપારીઓને ભારત રત્ન મળે
સૂરતના હીરા વેપારી અને રત્ન કલાકારોને ભારત રત્નથી સમ્માનિત કરવા જોઇએ. કેટલાક વેપારીઓ સાથે ગુજરાતના ખુણે ખુણામાં જઇને મુલાકાત કરી ચુક્યો છુ. વેપારીઓએ જણાવ્યુ કે અમારી સાથે ગુંડાગર્દી, ધમકાવે છે અને પૈસા વસૂલ કરે છે. કેજરીવાલે કહ્યુ કે પૈસા કમાવ્યા બાદ ઇજ્જત જોઇએ, તમારી પાસે ઉપરવાળાએ વિકલ્પ મોકલ્યો છે.