નવી દિલ્હી: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની કેટલાક સીક્રેટ નોટ્સ લીક થઇ ગઇ છે, તેની તસવીર તે સમયે લેવામાં આવી જ્યારે તે સોનિયા ગાંધીને મળવા માટે પોતાની કારમાં જઇ રહ્યા હતા. હવે ભાજપ આ જાણવા માંગે છે કે ‘એસપી’ કોણ છે, જેનો નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તસવીર મલયાલા મનોરમાના ચીફ ફોટોગ્રાફર સુરેશે ક્લિક કરી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ નોટમાં ગહેલોત તરફથી સચિન પાયલોટને લઇને કરવામાં આવેલી ફરિયાદોનો ઉલ્લેખ છે.
Advertisement
Advertisement
ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ તસવીરનો સ્ક્રીનશૉટ ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે, તેમણે કહ્યુ, ‘SP કોણ છે, જેના વિશે અશોક ગહેલોતના ‘લીક્ડ નોટ’ (જાણી જોઇને બતાવવામાં આવેલી નોટ)માં વાત કરવામાં આવી છે? કોંગ્રેસ જોડો…ભારત તો જોડાયેલુ જ છે જી’.
નોટમાં સચિન પાયલોટ પર ઉઠાવવામાં આવ્યા સવાલ?
મનોરમાએ દાવો કર્યો કે અશોક ગહેલોતની સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા નોટમાં જે પોઇન્ટ બતાવવામાં આવ્યા છે, તે આસાનીથી સમજી શકાય છે, જેમાં જે પોઇન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં સામેલ છે- અશોક ગહેલોત પાસે 102 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે સચિન પાયલોટના પક્ષમાં 18 ધારાસભ્ય જ છે. સાથે જ ભાજપે ધારાસભ્યોને 10-15 કરોડ રૂપિયા આપીને પાર્ટીને નબળી કરવાનો પ્રયાસ કર્યો છે.
સોનિયા ગાંધીને મળ્યા બાદ અધ્યક્ષની રેસમાંથી બહાર થયા ગહેલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સોનિયા ગાંધીના ઘર 10 જનપથ પર મુલાકાત કરી હતી. તે બાદ ગહેલોતે કહ્યુ કે તે હવે અધ્યક્ષ પદની ચૂંટણી નહી લડે અને તેમના મુખ્યમંત્રી પદ પર બન્યા રહેવાનો નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ કરશે. ગહેલોતે રાજ્યમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક ના થઇ શકવા સબંધિત ઘટનાક્રમ માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની માફી માંગી હતી અને ખુદને પાર્ટીના અધ્યક્ષની રેસમાંથી અલગ કરી દીધા હતા.
ગહેલોત પછી પાયલોટ પણ સોનિયા ગાંધીને મળ્યા
ગહેલોતની સોનિયા ગાંધી સાથે મુલાકાતના કેટલાક કલાક બાદ રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ પણ 10 જનપથ પહોચ્યા હતા. સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ પાયલોટે કહ્યુ કે રાજસ્થાનના ઘટનાક્રમને લઇને તેમણે પોતાની ભાવનાઓ અને ફીડબેકથી કોંગ્રેસ અધ્યક્ષને જાણ કરી છે અને આશા વ્યક્ત કરી છે કે સોનિયા ગાંધી સકારાત્મક નિર્ણય લેશે.
Advertisement