મુંબઇ: મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે વધતી રોજગારીને લઇને કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. શરદ પવારે કહ્યુ કે બેરોજગારીને કારણે લગ્નને લાયક થવા પર પણ યુવાઓને વહુ મળતી નથી અને આ સામાજિક મુદ્દો બનતો જઇ રહ્યો છે.
Advertisement
Advertisement
NCPની જન જાગરણ યાત્રાની શરૂઆત કરતા શરદ પવારે કહ્યુ કે સમુદાયો વચ્ચે ટકરાવ ઉભો કરીને બેરોજગારી અને મોંઘવારી જેવા અસલી મુદ્દાથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યુ છે.
ગામની યાત્રાનો ઉલ્લેખ કરતા પવારે સંભળાવ્યો કિસ્સો
શરદ પવારે કહ્યુ, “એક વખત યાત્રા દરમિયાન એક ગામના ચાર રસ્તા પર બેઠેલા 25થી 30 વર્ષના 15થી 20 યુવાઓને હું મળ્યો હતો. મે પૂછ્યુ કે તે શું કરે છે. કેટલાકે ગ્રેજ્યુએશન તો કેટલાકે પોસ્ટ ગ્રેજ્યુએશન કહ્યુ હતુ. જ્યારે મે પૂછ્યુ કે શું તેમના લગ્ન થઇ ગયા તો બધાએ ના કહ્યુ હતુ. કારણ પૂછવા પર તેમણે કહ્યુ કે નોકરી ના હોવાને કારણે કોઇ વહુ આપવા માંગતુ નથી. શરદ પવારે કહ્યુ કે બેરોજગારીની સમસ્યા દરેક ગામમાં છે.
શિક્ષિત યુવાઓને નોકરી માંગવાનો અધિકાર- શરદ પવાર
પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યુ કે આજનો યુવા શિક્ષિત છે અને તેને નોકરી માંગવાનો અધિકાર છે. પવારે કહ્યુ કે ઉદ્યોગ મહારાષ્ટ્રની બહાર જઇ રહ્યા છે, વર્તમાન ઉદ્યોગોને કોઇ પ્રોત્સાહન નથી આપવામાં આવી રહ્યુ અને નવા બિઝનેસ સ્થાપિત કરવા માટે કોઇ તક આપવામાં આવતી નથી, જેને કારણે બેરોજગારી વધી રહી છે.
પવારે કહ્યુ, “દેશમાં ભૂખમરીના મુદ્દે સમાધાન શક્ય છે કારણ કે આપણા ખેડૂતોએ ઉત્પાદન વધાર્યુ છે પરંતુ સત્તામાં બેઠેલા લોકો ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે તૈયાર નથી પણ તે વચેટિયાઓના હિતની રક્ષા કરી રહ્યા છે અને સામાન્ય લોકોને મોંઘવારીની ખીણમાં ધકેલી રહ્યા છે.
Advertisement