અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિટેન્ડેન્ટ અને જાણીતા સ્પાઈન સર્જન ડો.જે.વી.મોદી અને તેમની ટીમે ખેડૂત પૂત્રને નવું જીવન આપ્યું છે.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના તાલાગઢ ગામનો 10 માં ધોરણમાં અભ્યાસ કરતો ૧૭ વર્ષનો કિશોર નીરવ ચૌધરી જન્મથી જ કરોડરજ્જુમાં વિકૃતિ અને લાંબા સમયથી ચાલવામાં તકલીફ સાથેની પીડાથી પીડાઇ રહ્યોં હતો.
Advertisement
Advertisement
નીરવ ચૌધરીના પિતા ગામમાં ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મધ્યમ વર્ગના આ પરિવારે દીકરાને સાજો કરવા અને તેને પીડા મુક્ત કરવા માટે અમદાવાદ અને પાલનપુરના અનેક તબીબોને બતાવ્યું પરંતુ કોઈ નક્કર પરિણામ ન મળ્યું. સ્થાનિક તબીબના કહેવાથી, દર્દીના માતા-પિતા તેને આગળની સારવાર માટે નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે ઓર્થોપેડીક વિભાગના એચ.ઓ.ડી. અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ અને જાણીતા સ્પાઈન સર્જન ડો.જયપ્રકાશ મોદી પાસે લઈ ગયા.
જ્યાં ડોક્ટર દ્વારા કિશોરની યોગ્ય તપાસ કરી એક્સ-રે જોયા બાદ દર્દીને કાઇફોસ્કોલિયોસિસની વિકૃતિ અને તેના માટે સર્જરીની જરુરિયાત વિશે સમજાવવામાં આવ્યું હતું અને કોબ્સ એંગલ 2 ડિગ્રી અને AP10 ડિગ્રી લેટરલમાં માપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનું 17 માર્ચે ઓપરેશન કરવામાં આવ્યું હતું.
હાલ ૧૭ વર્ષનો કિશોર નીરવ ચૌધરી જટિલ સર્જરી બાદ કોઈ પણ પ્રકારની ગૂંચવણો વિના સાજો થયો છે અને સર્જરીના બે દિવસમાં જ ચાલવાનું શરૂ કર્યું છે. ડો. જયપ્રકાશ મોદી અને તેમની ટીમ દ્વારા વિસનગરની નૂતન હોસ્પીટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સર્જરી કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલોમાં આવી સર્જરી માટે 3 લાખ થી 5 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે જે અહી તદ્દન મફત કરવામાં આવી છે.
Advertisement