ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં કડક અને સખત દારૂબંધીના દાવા વચ્ચે છેલ્લાં બે વર્ષમાં રૂ. 215 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે. આ ઉપરાંત, રાજ્યમાં 370 કરોડથી વધુની કિંમતનો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
Advertisement
Advertisement
રાજ્યમાંથી રૂ. 215 કરોડથી વધુની કિંમતનો દારુ ઝડપાયો
ગુજરાત વિધાનસભામાં સરકારે આ અંગે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાંથી બે વર્ષમાં ૨૧૫ કરોડ ૬૨ લાખ ૫૨ હજાર ૨૭૫ રૂપિયાની કિંમતની ૧ કરોડ ૬ લાખ ૩૨ હજાર ૯૦૪ વિદેશી દારૂની બોટલ, ૪ કરોડ ૩૩ લાખ ૭૮ હજાર ૧૬૨ રૂપિયાની ૧૯ લાખ ૩૪ હજાર ૩૪૨ લીટર દેશી દારૂ, ૧૬ કરોડ ૨૦ લાખ ૫ હજાર ૮૪૮ રૂપિયાની કિંમતની ૧૨ લાખ ૨૦ હજાર ૨૫૮ બિયરની બોટલ ઝડપાઈ હતી.
રૂ. 370 કરોડથી વધુનું પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું
સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાંથી રૂપિયા ૩૭૦ કરોડ ૨૫ લાખ ૪૮ હજાર ૫૬૨ની કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્ય ડ્રગ્સ પકડાયું છે. છેલ્લાં બે વર્ષમાં ૬૦૬ કરોડ ૪૧ લાખ ૮૪ હજાર ૮૪૭ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્ય નશીલા દ્રવ્યો પકડવામાં આવ્યા છે.
અમદાવાદમાંથી રૂ. 8 કરોડથી વધુ કિંમતનો દારુ ઝડપાયો
આ સમયગાળામાં અમદાવાદ તેમજ પાટનગર ગાંધીનગરમાંથી પણ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો હતો. અમદાવાદમાં વર્ષ 2021 માં રૂ.14 લાખ 64 હજાર 666 નો દેશી દારૂ પકડાયો હતો. જ્યારે વર્ષ 2022માં રૂ.15 લાખ 40 હજાર 134ની કિંમતનો દેશી દારૂ ઝડપાયો હતો. આ ઉપરાંત વર્ષ 2021 માં રૂ. 2 કરોડ 71 લાખ 98 હજાર 267 નો વિદેશી દારૂ ઝડપાયો હતો. જ્યારે વર્ષ 2022 માં રૂ. 5 કરોડ 34 લાખ 99 હજાર 739 નો વિદેશી દારૂ પકડાયો હતો.
ગાંધીનગરમાંથી બે વર્ષમાં રૂ. 40 લાખથી વદુનો વિદેશી દારુ પકડાયો
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ દારૂની રેલમછેલ થઈ હતી. ગાંધીનગરમાંથી વર્ષ 2021માં રૂ. 24 હજાર 560નો દેશી દારૂ પકડાયો જ્યારે વર્ષ 2022માં રૂ.30 હજાર 780નો દેશી દારૂ પકડાયો હતો. વર્ષ 2021માં રૂ.13 લાખ 13 હજાર 567 નો વિદેશી દારૂ ઝડપાયો હતો. વર્ષ 2022માં રૂ.10 લાખ 27 હજાર 402ની કિંમતનો વિદેશી દારૂ પકડાયો હતો. રાજ્ય સરકારે છેલ્લાં 2 વર્ષમાં પ્રોહિબિશનના કેસોના 360 આરોપી વોન્ટેડ હોવાનો સ્વીકાર કર્યો હતો.
Advertisement