ગાંધીનગર: G20 ઇન્ડિયા અંતર્ગત કચ્છના રણ ખાતે 7થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ (TWG)ની મીટિંગ યોજાશે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડી અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા આ દરમિયાન હાજર રહેશે.
Advertisement
Advertisement
યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા પેનલ ડિસ્કશનનું સંચાલન કરવામાં આવશે. UNESCO, યુનાઇટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ (UNEP), એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB), ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટિંગમાં ભાગ લેશે.
India holds the presidency of the G20 Summit, where India has taken the initiative to reestablish the global tourism industry. Gujarat is hosting the 1st Tourism Working Group Meeting at Rann of Kutch from 07th – 09th Feb 2023.#gujarattourism #gujarat #G20 #G20summit #G20India pic.twitter.com/ieAJR0PqdD
— Gujarat Tourism (@GujaratTourism) February 2, 2023
ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ 5 મુદ્દાઓ પર ફોકસ કરશે. B20 ઇન્સેપ્શન મીટિંગ પછી ગુજરાતમાં આ બીજી G20 ઇવેન્ટ છે. UNWTOના ટુરિઝમ માર્કેટ ઇન્ટેલિજન્સ અને કોમ્પિટિટિવનેસના પ્રમુખ સાંદ્રા કારવાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. UNWTO દ્વારા પ્રવાસન નીતિ ગ્રામીણ વિકાસમાં પ્રવાસનના યોગદાનને કેવી રીતે સમર્થન આપી શકે તે વિષય પર એક પેનલ ડિસ્કશન કરશે. વક્તાઓમાં UNEP, ABD, ILO તેમજ ઇન્ડોનેશિયા, ઇટાલી, દક્ષિણ આફ્રિકા, સ્પેન, જાપાન, સાઉદી અરેબિયા અને આર્જેન્ટિનાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
Advertisement