નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું સ્વાસ્થ્ય બગડી ગયુ છે. હીરાબાને અમદાવાદની યૂએન મહેતા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, ”
એક મા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારા માતા જલ્દી સ્વસ્થ થઇ જાય.”
થોડા સમય પહેલા જ હૉસ્પિટલે બુલેટિન જાહેર કરીને કહ્યુ કે હીરાબાની હાલત સ્થિર છે. પીએમ મોદી હીરાબાને મળવા માટે અમદાવાદ આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હૉસ્પિટલમાં પહોચી ગયા છે. પીએમ મોદીના અમદાવાદ આવવાને કારણે સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જૂનમાં હીરાબાએ પોતાના 100માં જન્મ દિવસની ઉજવણી કરી હતી.
પ્રિયંકા ગાંધીએ પણ કર્યુ ટ્વીટ
પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કર્યુ હતુ. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા લખ્યુ-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના અસ્વસ્થ થવાના સમાચાર મળ્યા, આ ઘડીમાં અમે બધા તેમની સાથે છીએ. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છુ કે તેમણે જલ્દી સ્વસ્થ લાભ મળે.
Advertisement