નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની બ્રિટન મુલાકાત અગાઉથી જ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. ભાજપા નેતાઓ ભારત સરકાર અને આરએસએસ અંગેના રાહુલ ગાંધીના નિવેદનોનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન ફરી એક વખત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર તેમના નિવેદન બદલ નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશમાં ભારતનું અપમાન કર્યું છે. તેમણે દેશની માફી માગવી જોઈએ.
Advertisement
Advertisement
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફરી એક વખત રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે સંસદને બદલે વિદેશી ધરતી પર લોકશાહી વિશે વાત કરવી એ રાહુલ ગાંધી માટે શરમની વાત છે. રાહુલ ગાંધીએ એક એવા દેશમાં જઈને વિદેશી સત્તાઓને આહ્વાન કર્યું છે જેનો ઈતિહાસ ભારતને ગુલામ બનાવવાનો રહ્યો છે. ભારતીય લોકશાહીની વ્યવસ્થાનું અપમાન કરતાં રાહુલ ગાંધીએ એ બાબતે ખેદ વ્યક્ત કર્યો કે વિદેશી સત્તાઓ આવીને ભારત પર શા માટે હલ્લો બોલાવતી નથી.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદને સંબોધતા વધુમાં કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે તમે વિદેશમાં કહ્યું કે દેશમાં તેમને કોઈપણ યુનિવર્સિટીમાં બોલવાનો અધિકાર નથી. એવું જ છે તો 2016માં દિલ્હીમાં જ્યારે એક યુનિવર્સિટીમાં ‘ ભારત તારા ટૂકડા ટૂકડા થશે’ ના સૂત્રો પોકારવામાં આવતા હતા ત્યારે તમે ત્યાં જઈને તેનું સમર્થન કર્યું હતું, તે શું હતું ?
Advertisement