નવી દિલ્હી: શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લઇને ચોકાવનારો દાવો કર્યો છે. સુખબીર બાદલે દાવો કર્યો કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લુફથાંસા એરલાઇન્સમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. સુખબીર અનુસાર, એરલાઇન્સે આ પગલુ એટલા માટે ભર્યુ કારણ કે સીએમ ભગવંત માને એટલો દારૂ પીધો હતો કે તે ઉભા પણ થઇ શકતા નહતા. બાદલે આ દાવો મીડિયા રિપોર્ટ્સના હવાલાથી કર્યો છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ભગવંત માનને વિમાનમાંથી ઉતારવાના સમાચારને ખોટા ગણાવ્યા છે.
Advertisement
Advertisement
ભગવંત માન તાજેતરમાં જર્મની ગયા હતા. હવે સુખબીર બાદલે ટ્વીટ કરીને કહ્યુ કે સાથે રહેલા મુસાફરોના હવાલાથી ચોકાવનારા અહેવાલ સામે આવ્યા છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લુફથાંસા એરલાઇન્સમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા કારણ કે તેમણે વધુ પડતો દારૂ પીધો હતો, જેને કારણે ફ્લાઇટ ચાર કલાક લેટ થઇ ગઇ હતી, તેમણે કહ્યુ કે આ રિપોર્ટ પંજાબીઓને દુનિયાભરમાં શરમજનક કરનાર છે.
સુખબીર બાદલે લખ્યુ, ચોકાવનારી વાત આ છે કે પંજાબની સરકાર મુખ્યમંત્રીને લઇને આ રીતના રિપોર્ટ પર શાંત છે. આ મામલે અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરવી જોઇએ. ભારત સરકારે પગલા ભરવા જોઇએ કારણ કે તેમાં પંજાબી અને રાષ્ટ્રીય ગૌરવ સામેલ છે. જો તેમણે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા તો ભારત સરકારે પોતાના જર્મન રાજદૂત સાથે આ મુદ્દાને ઉઠાવવો જોઇએ. બીજી તરફ બિક્રમસિંહ મજીઠિયાએ પણ આ મામલે ભગવંત માન પર કટાક્ષ કર્યો છે.
વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ આ રિપોર્ટો પર તપાસની માંગ કરી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ ભગવંત માનને ફ્રેકફર્ટમાં ઉતારવામાં આવ્યા હતા કારણ કે તે મુસાફરી કરવાની સ્થિતિમાં નહતા, તેમણે આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે ઉઠાવવાની માંગ કરી છે જેથી તેનું કારણ સાર્વજનિક થઇ શકે.
ભાજપ સાંસદે પણ કર્યો કટાક્ષ
ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ ટ્વીટ કરીને કહ્યુ, ભગવંત માને કેજરીવાલને દાવો ભારતમાં દારૂને હાથ ના લગાવવાનો કર્યો હતો ના કે વિદેશમાં.
આપે આરોપોને ખોટા ગણાવ્યા
આપના પ્રવક્તા મલવિંદર સિંહ કાંગે આ આરોપો પર સ્પષ્ટતા કરી છે, તેમણે કહ્યુ કે મુખ્યમંત્રી પોતાના નક્કી કાર્યક્રમ અનુસાર દિલ્હી પરત ફર્યા છે, આ આરોપ ખોટા છે, તેમણે જણાવ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માને 18 સપ્ટેમ્બરે જર્મનીથી ફ્લાઇટ લીધી હતી. તે દિલ્હી 19 સપ્ટેમ્બરે પરત ફર્યા હતા. વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપ નિરાધાર અને ખોટા પ્રોપગેન્ડા ધરાવતા છે.
Advertisement