સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે અને 2 વર્ષની સજા યથાવત્ રાખી છે. હવે રાહુલ ગાંધી હાઈકોર્ટમાં અપીલ કરશે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર સ્ટે મુકવામાં આવશે કે નહીં તેનો આજે નિર્ણય જાહેર થયો હતો. જેમાં એડિશનલ સેશન્સ કોર્ટના જજ આરપી મોગેરાએ રાહુલ ગાંધી રાહત આપી ન હતી. જેને પગલે હવે બચાવપક્ષના વકીલે હાઈકોર્ટમાં અપીલ કરવાની વાત જાહેર કરી હતી. રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી, તેમજ તેમનું સંસદ પદ પણ રદ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી દ્વારા કોર્ટે જે સજા ફટકારી છે, તેને મોકૂફ રાખવા માટે અપીલ કરી હતી.
સજા મોકૂફ રાખવા માટે જે અપીલ કરવામાં આવી હતી તે અપીલની સુનાવણી થાય તે પહેલા ફરિયાદી પક્ષ દ્વારા વાંધા અપીલ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી. દલીલ પૂર્ણ થઈ ગયા બાદ કોર્ટ દ્વારા 20મી તારીખે ચુકાદો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
Advertisement