સંસદના વિશેષ સત્રનો આજે ચોથો દિવસ છે. સરકારે રાજ્યસભામાં ‘નારી શક્તિ વંદન એક્ટ’ બિલ રજૂ કરી દીધું છે. દરમિયાન ગઈકાલે લોકસભામાં બિલ પસાર થયું તેને સંસદીય ઈતિહાસનો સુવર્ણ અવસર ગણાવીને પીએમ મોદીએ તમામ સાંસદોનો આભાર માન્યો હતો.
Advertisement
Advertisement
ઉલ્લેખનીય છે કે વિશેષ સત્રના ત્રીજા દિવસે લાંબી ચર્ચા બાદ ગઈકાલે લોકસભામાં મહિલા અનામત બિલ 454 વોટથી પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના વિરોધમાં ફક્ત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ જ મતદાન કર્યું હતું. આ બિલ પરની ચર્ચામાં 27 મહિલા સભ્યોએ ભાગ લીધો હતો.
Lok Sabha passes Women's Reservation Bill granting 33% seats to women in Lok Sabha and state legislative assemblies
454 MPs vote in favour of the bill, 2 MPs vote against it pic.twitter.com/NTJz449MRX
— ANI (@ANI) September 20, 2023
પીએમ મોદીએ સાંસદોનો આભાર માન્યો
વિશેષ સત્રના ત્રીજા દિવસે લોકસભાના 454 સાંસદોએ બિલની તરફેણમાં અને 2 સાંસદોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બિલ પસાર થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગૃહમાં હાજર હતા. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે આ અભૂતપૂર્વ સમર્થન સાથે બિલ પાસ થતું જોઈને તે ખુશ છે. આ બિલના સમર્થનમાં મતદાન કરનારા તમામ પક્ષોના સાંસદોનો હું આભાર માનું છું.
આ બિલ મારા પક્ષ માટે રાજકીય મુદ્દો નથી : અમિત શાહ
અમિત શાહે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, આ બિલ દ્વારા એક તૃત્યાંશ બેઠકો માતૃશક્તિ માટે અનામત રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, કેટલીક પાર્ટીઓ માટે આ બિલ પોલિટિકલ એજન્ડા હોઈ શકે છે, પરંતુ મારી પાર્ટી અને મારા નેતા વડાપ્રધાન મોદી માટે આ રાજકીય મુદ્દો નથી.
હું આ બિલના સમર્થનમાંઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું આ બિલના સમર્થનમાં છું. મહિલાઓને સત્તા હસ્તાંતરણમાં ખુબ મોટું પગલું હતું પંચાયતી રાજ, આ એક વધુ મોટું પગલું છે. આ બિલ આજથી જ લાગૂ થવુ જોઈએ. લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બિલ પાસ થવું જોઈએ. બિલનું સમર્થન કરવાની સાથોસાથ સૂચન આપવું અમારું કર્તવ્ય છે.
ઓબીસી અને મુસ્લિમવિરોધી બિલઃ ઓવૈસી
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મહિલા અનામત બિલનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બિલથી ભવિષ્યમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ નબળું થશે, જ્યારે સવર્ણોને પ્રોત્સાહન મળશે. આ દેશ માટે ઘાતક છે.
.
Advertisement