રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. તેને લીધે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. સત્તા પર આવવા માટે તમામ પક્ષો દ્વારા જોરદાર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સચિન પાયલટનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ નેતા સચિન પાયલોટે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો નિર્ણય અંતિમ માનવામાં આવશે. આ અંગે ગેહલોત કે પાયલોટ જૂથ કોઈ નિર્ણય લેશે નહીં…
Advertisement
Advertisement
આ લોકો નક્કી કરશે કે મુખ્યમંત્રીનો તાજ કોના શિરે ?
સચિન પાયલોટે વધુમાં કહ્યું કે કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તે ધારાસભ્યો નક્કી કરશે. ધારાસભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા નક્કી કરાયેલા નામને મંજૂરી આપવામાં આવશે. કાર્યકર્તાઓ અને સમર્થકોએ સમજવું પડશે કે અમારી પહેલી પ્રાથમિકતા કોંગ્રેસની સરકાર બનાવવાની હોવી જોઈએ. જૂથવાદના કારણે કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. આપણે જીતવા માટે જૂથવાદને નજરઅંદાજ કરવો પડશે.
રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી પદની દાવેદારીના સવાલ પર કોંગ્રેસના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે કહ્યું કે પહેલો મુદ્દો એ છે કે અમે એકતા સાથે ચૂંટણી લડીએ અને ચારેય રાજ્યોમાં ચૂંટણી જીતીએ…કોંગ્રેસમાં, હંમેશા ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય પક્ષ અને પક્ષ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લે છે. હાલ રાજસ્થાન કોંગ્રેસમાં અશોક ગેહલોત કે સચિન પાયલોટ જૂથ નથી.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ઘણાં સમયથી ખેંચતાણ ચાલી રહી છે. થોડાં સમય પહેલા આ કડવાશ ખૂબ વધી ગઈ હતી. સીએમ ગેહલોતે પાયલટને નકામા, નાલાયક અને ગદ્દાર કહ્યા હતા. પાયલોટ પોતાના જ પક્ષની સરકારમાં ભ્રષ્ટાચારના મુદ્દે હડતાળ પર બેઠા હતા. પરંતુ તાજેતરમાં જ ચૂંટણી પહેલા જૂથવાદને ખતમ કરવામાં કોંગ્રેસ સફળ રહી હતી. પાયલોટને ખુશ કરવા માટે કોંગ્રેસ નેતૃત્વએ જાહેરાત કરી કે તે મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરો રજૂ કર્યા વિના ચૂંટણી લડશે. બંને નેતાઓને એક થઈને ચૂંટણી મેદાનમાં ઉતરવા અને નિવેદનબાજી તાત્કાલિક બંધ કરવા જણાવાયું હતું.
Advertisement