છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ‘ઈન્ડિયા’ ગઠબંધનની પ્રથમ ચૂંટણી કસોટી માનવામાં આવી રહી છે. પેટાચૂંટણીમાં વિપક્ષી દળોનું ગઠબંધન ઉત્તરાખંડના બાગેશ્વર, ઉત્તર પ્રદેશમાં ઘોસી, ઝારખંડમાં ડુમરી, ત્રિપુરાની ધાનપુર અને બોક્સાનગર બેઠકો પર સંયુક્ત રીતે ચૂંટણી લડી રહ્યું છે. ગઠબંધનમાં સામેલ પક્ષો પશ્ચિમ બંગાળના ધૂપગુડી અને કેરળના પુથુપલ્લીમાં એકબીજાની સામે ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરી 8 સપ્ટેમ્બરે થશે. ઉત્તર પ્રદેશની ઘોસી બેઠક સમાજવાદી પાર્ટી (SP)ના ધારાસભ્ય અને OBCનેતા દારા સિંહ ચૌહાણના રાજીનામા બાદ ખાલી પડી હતી. તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.
Advertisement
Advertisement
ઘોસી બેઠક પર સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. આ સિવાય ધૂપગુડી વિધાનસભા સીટ પર ત્રિપાંખિયો જંગ છે. ત્રિપુરામાં બે બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ડુમરીમાં એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે મુકાબલો છે. પુથુપલ્લી પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે મુકાબલો છે, ભાજપે જિલ્લા પ્રમુખને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.
પેટાચૂંટણી ક્યાં યોજાઈ રહી છે?
વિપક્ષી ગઠબંધન ઉત્તર પ્રદેશની ઘોસી બેઠક, ઝારખંડની ડુમરી, ત્રિપુરાની ધાનપુર અને બોક્સાનગર અને ઉત્તરાખંડની બાગેશ્વર બેઠક પર સંયુક્ત રીતે ચૂંટણી લડી રહ્યું છે, જ્યારે ગઠબંધન ભાગીદારો પશ્ચિમ બંગાળના ધૂપગુડી અને કેરળના પુથુપલ્લીમાં એકબીજા સામે લડી રહ્યા છે. જગરનાથ મહતોના નિધન બાદ ઝારખંડની ડુમરી વિધાનસભા સીટ ખાલી થઈ છે. એ જ રીતે કેરળની પુથુપલ્લી વિધાનસભા સીટ ઓમાન ચાંડીના મૃત્યુ બાદ ખાલી પડી છે, ત્રિપુરાની બોક્સાનગર સીટ સૈમસુલ હક, પશ્ચિમ બંગાળની ધૂપગુડી (SC)વિધાનસભા સીટ બિષ્ણુ પાંડે અને ઉત્તરાખંડની બાગેશ્વર (SC)સીટ ચંદન રામ દાસના નિધન બાદ ખાલી પડી છે. આ સિવાય પ્રતિમા ભીમિકના રાજીનામા બાદ ત્રિપુરાની વધુ એક ધાનપુર વિધાનસભા બેઠક ખાલી થઈ છે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા બેઠક દારા સિંહ ચૌહાણના રાજીનામા બાદ ખાલી પડી છે.
I.N.D.I.A ગઠબંધનની રચના
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએનો સામનો કરવા માટે, વિરોધ પક્ષોએ I.N.D.I.A. નામનું ગઠબંધન બનાવ્યું છે. તેમાં કોંગ્રેસ, શરદ પવારની આગેવાની હેઠળનું NCP જૂથ, શિવસેના(UBT),TMC,JMM,આમ આદમી પાર્ટી, ડીએમકે, નેશનલ કોન્ફરન્સ, પીડીપી, સીપીઆઈ (એમ), સીપીઆઈ, રાજદ, સપા અને RLD સહિત 28 પક્ષોનો સમાવેશ થાય છે.
Advertisement