જયપુર: ચૂંટણી પંચે એક મહત્ત્વનો નિર્ણય લેતાં રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખમાં ફેરફાર કર્યો છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન, જે પહેલા 23 નવેમ્બરે થવાનું હતું, તે હવે 25 નવેમ્બરે થશે. જ્યારે મતગણતરી 3 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
Advertisement
Advertisement
નેતાએ ધાર્મિક તહેવારને કારણે તારીખ બદલવા માંગ કરી
હકીકતે, રાજસ્થાનના બીજેપી સાંસદે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું કે મતદાનના દિવસે દેવઉઠી એકાદશી છે, જે સંસ્કૃતિ અને ધાર્મિક ભક્તિ સાથે સંકળાયેલો મોટો તહેવાર છે. આ તહેવાર પર લાખો શ્રદ્ધાળુઓ નદી, માનસરોવર અને પવિત્ર સ્થળોએ સ્નાન કરવા માટે જાય છે. આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ, રાજસ્થાનમાં તેનું ઘણું મહત્ત્વ છે.
રાજ્યમાં 50 હજારથી વધુ લગ્નોના કારણે મતદાનની ટકાવારી ઘટવાની શક્યતા
પાલીના ભાજપના સાંસદ પી.પી. ચૌધરીએ બીજું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં લોકોએ તેમને પત્ર લખીને માંગ કરી છે કે તેઓ બે દિવસ વહેલા કે બે દિવસ પછી ચૂંટણી ઈચ્છે છે. 50 હજાર લગ્નો પ્રસ્તાવિત હોવાની દલીલ કરતાં સાંસદે કહ્યું કે આ દિવસે 50 હજારથી વધુ લગ્નોનું આયોજન થવાનું છે. તેથી એવું માનવામાં આવે છે કે લોકો લગ્ન સમારંભમાં અટવાયેલા હોવાથી મતદાન કરશે નહીં. જેના કારણે રાજ્યમાં મતદાનની ટકાવારી પણ ઘટવાની સંભાવના છે. 23 નવેમ્બરે જ ચૂંટણી યોજાશે તો હજારો લોકો તેમના મતદાનના અધિકારથી વંચિત રહી જશે.
હવે માહિતી સામે આવી રહી છે કે ચૂંટણી પંચે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ 23 નવેમ્બરથી બદલીને 25 નવેમ્બર કરી દીધી છે. મતગણતરી અન્ય રાજ્યોની સાથે 3 ડિસેમ્બરે જ થશે.
Advertisement