નવી દિલ્હી,તા. ૨૮ : વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતમાં રેડિયો કનેક્ટિવિટી વધારવા માટે ૯૧ એફએમ ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું. તેનાથી ૧૮ રાજયો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૪ જિલ્લાઓને ફાયદો થશે. આ સરહદી વિસ્તારો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં એફએમ રેડિયો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે.
Advertisement
Advertisement
રેડિયો સેવાઓનું આ વિસ્તરણ વડાપ્રધાનના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૧૦૦મો એપિસોડના બે દિવસ પહેલા આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આજે ઓલ ઈન્ડિયા રેડિયોની એફએમ સેવાનું આ વિસ્તરણ ઓલ ઈન્ડિયા એફએમ બનવાની દિશામાં એક મહત્વપૂર્ણપૂર્ણ પગલું છે.
ઓલ ઈન્ડિયા રેડિયોના ૯૧ એફએમ ટ્રાન્સમિશનનું આ લોન્ચિંગ દેશના ૮૫ જિલ્લાના ૨ કરોડ લોકો માટે ભેટ સમાન છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડા દિવસો પછી હું રેડિયો પર ‘મન કી બાત’નો ૧૦૦મો એપિસોડ કરવા જઈ રહ્યો છું.છું ‘મન કી બાત’નો આ અનુભવનું દેશવાસીઓ સાથે આ પ્રકારનું ભાવનાત્મક જોડાણ રેડિયો દ્વારા જ શક્ય બન્યું હતું. હું દેશવાસીઓની તાકાત અને સામુહિક ફરજ સાથે જોડાયેલો રહ્યો છું.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમારી સરકાર ટેક્નોલોજીના લોકશાહીકરણ માટે સતત કામ કરી રહી છે. ભારત પોતાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે તે માટે કોઈપણ પ્રકારની કમી ન રહે તે જરૂરી છે. આધુનિક ટેક્નોલોજી બધા માટે ઉપયોગી અને એક ઉત્તમ માધ્યમ છે.
પીએમ મોદીએ વધુંમાં જણાવ્યું હતું કે દેશમાં પાછલા વર્ષોમાં જે ટેકનોલોજીકલ ક્રાંતિ થઈ છે. તેણે રેડિયો અને ખાસ કરીનેએફએમને નવા અવતારમાં આકાર આપ્યો છે. ઈન્ટરનેટને કારણે રેડિયો પીછેહઠ થયો નથી, પરંતુ ઓનલાઈન એફએમ અને પોડકાસ્ટ દ્વારા નવીન રીતે આગળ આવ્યો છે. એટલે કે ડિજિટલ ઈન્ડિયાએ રેડિયોને નવા શ્રોતાઓની સાથે સાથે નવી વિચારસરણી પણ આપી છે. તેમણે કહ્યું કે એફએમ ટ્રાન્સમિશન દ્વારા કરવામાં આવી રહેલી આ કનેક્ટિવિટીનો એક અન્ય પરિમાણ છે.
દેશની તમામ ભાષાઓ અને ખાસ કરીને ૨૭ બોલી વિસ્તારોમાં આ એફએમ ટ્રાન્સમિશનથી પ્રસારિત કરવામાં આવશે. શે મતલબ કે આ કનેક્ટિવિટી માત્ર કોમ્યુનિયુ કેશનના માધ્યમોને જ નહીં પરંતુ લોકોને પણ જોડે છે. વડા પ્રધાન કાર્યાલયએ એક નિવેદનવે માં જણાવ્યું હતું કે સરકાર દેશમાં FM કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. દેશભરના ૮૪ જિલ્લાઓમાં ૯૧ નવા 100W FM ટ્રાન્સમીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. ખાસ કરીનેસરહદી વિસ્તારોમાં રેડિયો કનેક્ટિવિટી વધારવા માટે જ્પ્ટ્રાન્સમીટરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બિહાર, ઝારખંડખં , ઓડિશા, પશ્ચિમ બંગા બં ળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડખં , આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. લદ્દાખ અનેઆંદામાન-નિકોબાર ટાપુઓ સાથે પણ દેશનું સાંસ્કૃતિક જોડાણ થયું છે. પીએમઓએ કહ્યું કે ઓલ ઈન્ડિયા રેડિયોની એફએમ સેવાના આ વિસ્તરણ પછી, લગભગ બે કરોડ લોકો સુધી રેડિયો સેવાઓ ઉપલબ્ધ થશે, જેઓ અત્યાર સુધી તેનાથી વંચિત છે. તેમજ લગભગ ૩૫,૦૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એફએમ માં રેડિયો કવરેજનો વિસ્તાર કરવામાં આવશે.
Advertisement