દિલ્હીઃ મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને લીધે મધ્યપ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 136 બેઠકો મળી છે. તેવી જ રીતે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેને 150 બેઠકો મળશે. હવે એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
200 સીટો પર જીતનો ભાજપનો દાવો
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, મનને ખુશ કરવા માટે આ ખ્યાલ સારો છે. મધ્યપ્રદેશમાં ભાજપ 200થી વધુ બેઠકો જીતશે. હવે જો તમારે કાલ્પનિક ખીચડી રાંધવી હોય તો તે રાંધતા રહો. દિલ્હીમાં કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓને લઈને મધ્યપ્રદેશના નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટક બાદ એમપીમાં પણ કોંગ્રેસ જીતશે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ હવે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપી છે.
નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની શક્યતા
મધ્ય પ્રદેશ વિધાનસભામાં 230 બેઠકો છે. એમપીમાં શિવરાજ સિંહ ચૌહાણ સરકારનો કાર્યકાળ 6 જાન્યુઆરી, 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. આ જોતાં આ વર્ષે નવેમ્બરની આસપાસ વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. મધ્યપ્રદેશની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ વર્ષના અંતમાં ચૂંટણી
મધ્યપ્રદેશમાં, તાજેતરમાં પ્રદેશ ભાજપના ઘણાં વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં એમપીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એમપીમાં ભવ્ય જીત મેળવી હતી. કમલનાથને રાજ્યના સીએમ બનાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કર્યો, જેના કારણે કમલનાથ સરકાર પડી ગઈ. તે પછી તેઓ માર્ચ 2020માં તેમના કેટલાક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. હવે આ વખતે ફરી કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર પાછા ફરવાની આશા સેવી રહી છે. ભ્રષ્ટાચાર, બગડતી કાયદો અને વ્યવસ્થા માટે કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરી રહી છે.
Advertisement