લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું મહિલા અનામત બિલ લોકસભા પછી રાજ્યસભામાં સર્વાનુમતે પસાર થયું છે. આ બિલને બે તૃતિયાંશ બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. બિલની તરફેણમાં 215 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં એક પણ વોટ પડ્યો ન હતો. દરમિયાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે જયપુરમાં એક રેલીને સંબોધન દરમિયાન પીએમ મોદીના મહિલા અનામત બિલ અંગે વિપક્ષની મજાક ઉડાવતા નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે કહ્યું કે મહિલાઓ માટે નીતિઓ બનાવનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું અને વર્ષ 1993માં અમે મહિલાઓને અનામત આપ્યું હતું. મહિલાઓને અનામત આપનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય હતું. પીએમ મોદીને કદાચ આ વાતનો ખ્યાલ નથી.
Maharashtra was the first state to make policies for women. When I was Defence minister, we made 11% reservation for women in defence forces. Such decisions were taken during the Congress government. It’s unfortunate that the PM was not briefed properly in this regard and that is… pic.twitter.com/dCYInnpCxy
— ANI (@ANI) September 26, 2023
શરદ પવારે શું કહ્યું?
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે દેશના વડા પ્રધાને કહ્યું હતું કે મહિલા અનામત બિલ પર સંસદમાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. બે સાંસદો સિવાય, કોઈ પણ સાંસદે લોકસભામાં મહિલા અનામત બિલનો વિરોધ કર્યો ન હતો (બે સાંસદોને બાદ કરતાં કોઈએ મહિલા અનામત બિલનો વિરોધ કર્યો નહીં). અમારું એક સૂચન અને માંગણી હતી કે બંધારણીય સુધારા દરમિયાન ઓબીસીને પણ તક આપવી જોઈએ.
એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે તત્કાલીન કોંગ્રેસ સરકાર દરમિયાન 73મા બંધારણીય સુધારા બાદ સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે 33 ટકા ક્વોટાની જોગવાઈ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું, હું જ્યારે સંરક્ષણ મંત્રી હતો ત્યારે આર્મી, નેવી અને એરફોર્સમાં મહિલાઓને અનામત આપવામાં આવી હતી.
પીએમ મોદીએ જયપુરમાં શું કહ્યું હતું ?
પીએમ મોદીએ જયપુરમાં પરિવર્તન સંકલ્પ યાત્રાના સમાપન પર ચૂંટણી રેલીને સંબોધતા રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “જે કોંગ્રેસીઓ આજે મહિલા અનામતની વાત કરી રહ્યા છે, તેઓ આ કામ 30 વર્ષ પહેલા કરી શક્યા હોત. જ્યારે જ્યારે પણ તેમને તક મળી ત્યારે કરી શકતા હતા. પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસીઓ ક્યારેય એવું ઈચ્છતા ન હતા કે મહિલાઓને 33% અનામત મળે. આજે પણ તેઓ નારી શક્તિ વંદન કાયદાના સમર્થનમાં આવ્યા છે તે તેમના મનથી નથી આવ્યા. તેઓ મહિલાઓના દબાણના પરિણામે સમર્થનમાં આવ્યા છે.”
Advertisement