મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ગઈકાલનો દિવસ અશાંત રહ્યો હતો. NCP vs NCP સંકટ વચ્ચે, મુંબઈમાં એક સાથે બે અલગ-અલગ બેઠકો યોજાઈ હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તમામ NCP સાંસદો, ધારાસભ્યો, MLC,જિલ્લા વડાઓ અને રાજ્યના પ્રતિનિધિઓની METબાંદ્રા ખાતે બેઠક બોલાવી હતી, જ્યારે શરદ પવારે YB ચવ્હાણ સભાગૃહમાં તમામ સભ્યોની બેઠક બોલાવી હતી. બેઠક પૂરી થયા બાદ પાર્ટીની કમાન સંભાળવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંને પક્ષોના નેતાઓ પોતપોતાની રીતે પાર્ટી પર દાવેદારી કરી રહ્યા છે.
Advertisement
Advertisement
શરદ પવારે વાયબી ચવ્હાણ ઓડિટોરિયમમાં તેમના જૂથના નેતાઓને સંબોધતા કહ્યું કે ભાજપે શિવસેના સાથે જે કર્યું, તે જ હવે આપણા પક્ષ સાથે કરી રહ્યો છે. અજિત પવાર કોઈ વાત સાથે સહમત ન હોય તો તેમણે મારી સાથે વાત કરવી જોઈતી હતી. જેણે પણ ખોટું કર્યું છે, તેણે સજા ભોગવવા તૈયાર રહેવું પડશે. જે ધારાસભ્યોએ દૂર જવાનો નિર્ણય લીધો હતો તેમણે અમને વિશ્વાસમાં લીધા નથી. અજિત પવાર જૂથે કોઈ પ્રક્રિયાનું પાલન કર્યું નથી.
એનસીપીના પોતાના જૂથના નેતાઓની બેઠકમાં શરદ પવારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે થોડાં દિવસ પહેલા જ પ્રધાનમંત્રીએ અમારી પાર્ટી અને નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, પરંતુ આજે એ જ લોકો એકબીજા સાથે હાથ મિલાવે છે. એટલું જ નહીં, અજિત પવારને સલાહ આપતાં તેમણે કહ્યું કે જ્યારે હું કોંગ્રેસમાંથી બહાર આવ્યો ત્યારે મેં મારી પોતાની પાર્ટી બનાવી, પરંતુ મેં ઈચ્છ્યું હોત તો હું કોંગ્રેસ તોડી શક્યો હોત.
આ પ્રસંગે પવારે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે પાર્ટીનું ચૂંટણી ચિન્હ આપણી પાસે છે, તે ક્યાંય જશે નહીં. જે લોકો અને પાર્ટીના કાર્યકરો અમને સત્તામાં લાવ્યા છે તે અમારી સાથે છે.
એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ બેઠકમાં હાજર રહેલા નેતાઓને સંબોધતા કહ્યું કે અમારું અપમાન કરો, પરંતુ અમારા પિતા (શરદ પવાર)નું નહીં. આ લડાઈ ભાજપ સરકાર સામે છે. ભાજપ દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે. મૂળ એનસીપી શરદ પવારની સાથે છે અને મૂળ પ્રતીક આપણે છીએ.
Advertisement