કર્ણાટક ચૂંટણીમાં ભાજપની હાર બાદ વિપક્ષની નજર 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર છે. આ અંગે મહાગઠબંધનથી લઈને વિવિધ વ્યૂહનીતિઓ અપનાવવામાં આવી રહી છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે બુધવારે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે હાલમાં દેશમાં ભાજપ વિરોધી લહેર છે અને કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોને જોતા લોકો પરિવર્તન ઈચ્છે છે.
Advertisement
Advertisement
નાની નાની ઘટનાઓને ધાર્મિક રંગ અપાય છે
શરદ પવારે મીડિયાને કહ્યું કે જો લોકોની માનસિકતા આ જ રહેશે તો આગામી ચૂંટણીમાં દેશ પરિવર્તન જોશે. પવારે એવો પણ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં નાની-નાની ઘટનાઓને ધાર્મિક રંગ આપવામાં આવી રહ્યો છે, જે સારા સંકેત નથી. કર્ણાટકમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પરાજય વેઠવો પડ્યો હતો, જ્યાં કોંગ્રેસ પાંચ વર્ષના ગાળા પછી સત્તામાં પાછી આવી હતી.
દેશમાં લોકસભાની ચૂંટણી 2024માં થવાની છે અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પણ આવતા વર્ષના અંતમાં થવાની છે. શરદ પવારે કહ્યું કે આ માહોલ જોઈને મને લાગે છે કે ભાજપ વિરોધી લહેર ચાલી રહી છે. કર્ણાટક ચૂંટણીના પરિણામોને જોતા લોકો પરિવર્તનના મૂડમાં છે. જો લોકોની આ જ માનસિકતા રહેશે તો દેશમાં પરિવર્તન આવશે. આ કહેવા માટે કોઈ જ્યોતિષીની જરૂર નથી.
મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને તાજેતરના ભૂતકાળમાં હિંસાની કેટલીક ઘટનાઓ વિશે જ્યારે શરદ પવારને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે. જો શાસક પક્ષ અને તેમના માણસો રસ્તા પર ઉતરી આવીને બે ધર્મો વચ્ચે તિરાડ ઊભી કરે તો તે સારા સંકેત નથી.
Advertisement