ભત્રીજા અજિત પવારના બળવા બાદ NCPના વડા શરદ પવાર મહારાષ્ટ્રના સતારા પહોંચી ગયા છે. તેમની આ મુલાકાતને શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહી છે. કરાડમાં શરદ પવાર તેમના ગુરુ યશવંતરાવ ચૌહાણની સમાધિ પર ગયા અને તેમના આશીર્વાદ લીધા. આ પ્રસંગે પોતાના સમર્થકોને સંબોધતા પવારે કહ્યું કે આપણે નવી શરૂઆત કરવી પડશે. એટલું જ નહીં, ભાજપ પર પ્રહાર કરતાં પવારે કહ્યું કે આપણે સૌએ મળીને ભાજપને તેનું યોગ્ય સ્થાન બતાવવું પડશે.
Advertisement
Advertisement
મહારાષ્ટ્રમાં મતભેદ ઉભાં કરવાનો પ્રયાસ થઈ રહ્યો છેઃ શરદ પવાર
એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે ભાજપ સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે આપણે નવેસરથી શરૂઆત કરવી પડશે. હવે મહારાષ્ટ્રની જનતાએ એકતાની શક્તિ બતાવવી પડશે. ચૂંટાયેલી સરકારોને તોડી પાડવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. તેને સાંખી લેવામાં આવશે નહીં. અમારી વિચારધારા કોમવાદ અને જાતિવાદ વિરુદ્ધની છે. વડીલોના આશીર્વાદથી નવેસરથી શરૂઆત કરીશું. તેમણે કહ્યું કે દેશને જાતિ અને ધર્મના આધારે વિભાજિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સમર્થકોને સંબોધતા શરદ પવારે વધુમાં કહ્યું હતું કે અમે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહારાષ્ટ્રની સેવા કરી રહ્યા છીએ, પરંતુ કેટલાક લોકોએ અમારી સરકારને પાડી દીધી. દેશના અન્ય ભાગોમાં પણ આવું જ બન્યું છે.
44 ધારાસભ્યોએ શરદ પવાર જૂથને સમર્થન આપ્યું: જયંત પાટીલ
દરમિયાન મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ જયંત પાટીલે મોટો દાવો કરતાં કહ્યું હતું કે 44 ધારાસભ્યોએ અગાઉથી જ શરદ પવાર જૂથને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ રિપોર્ટ અજિત પવાર માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે જે લોકો જતાં રહ્ંયા હતા તેઓ પાછા આવી ગયા છે.
અજિત પવારના સમર્થક એનસીપી નેતા ઉમેશ પાટીલે કહ્યું કે 5મીએ એનસીપીની બેઠક બોલાવવામાં આવી છે. તેમાં તમામ કાર્યકરો આવશે. તે કાર્યકરે કઈ મીટિંગમાં હાજરી આપવી તે કાર્યકર પર નિર્ભર રહેશે. અજિત પવારે કાર્યકરોને બોલાવ્યા છે. વિરોધ પક્ષનો નેતા જે જૂથ પાસે સૌથી વધુ ધારાસભ્યો હશે તે જૂથનો રહેશે. શરદ પવારે જે પણ કહ્યું છે તેના પર અમે ટિપ્પણી નહીં કરીએ, શરદ પવાર અમારા માટે ભગવાન છે.
Advertisement