શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે મુંબઈન મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ષડયંત્રકારો શહેરમાં સતત હુમલા કરીને તેને દરેક સ્તરે નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તેમની પાર્ટી મુંબઈમાં કોઈને નુકસાન પહોંચાડવા દેશે નહીં અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનવા દેવામાં આવશે નહીં.
રાઉતે વધુમાં જણાવ્યું કે, મારી પાર્ટી હોય કે પછી મહારાષ્ટ્રના વસંતદાદા પાટીલની માંડીને વસંતરાવ નાઈક સુધીના કોંગ્રેસ સાથે સંબંધ રાખવાવાળા મુખ્યમંત્રી હોય, બધાએ મુંબઈને બચાવવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે આક્ષેપો મૂક્યા કે આજે પણ મુંબઈને મૂડીવાદીઓના ગુલામ બનાવવાના પ્રયાસો ચાલુ છે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફ ઈશારો કરતા રાઉતે કહ્યું કે, ભૂતકાળમાં પણ ઉદ્યોગપતિઓ ગુજરાતના હતા અને હવે પણ તે સમજી શકાય છે કારણ કે શાસન કરવાવાળા લોકો એ જ રાજ્યના છે. આર્થિક, ભૌગોલિક અને સામાજિક રીતે નબળું પાડવા માટે મુંબઈ પર નિરંતર હુમલો થઈ રહ્યો છે. આ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર છે. ઉદ્યોગો અને પ્રોજેક્ટ મુંબઈની બહાર ખસેડવામાં આવી રહ્યા છે.
આનો અર્થ એ છે કે મુંબઈ ભવિષ્યમાં મહારાષ્ટ્રનો ભાગ નહીં રહે અને જો તે રાજ્ય સાથે રહે તો પણ તે ખૂબ જ નબળું થઈ જશે.
Advertisement