મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક દિવસોથી રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. આ વખતે અજિત પવાર મહારાષ્ટ્રની એકનાશ શિંદે સરકારમાં તેમની ભૂમિકા વિશે પણ ચર્ચામાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમને નાણાં મંત્રાલય મળી શકે છે. ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
Advertisement
Advertisement
સંજય રાઉતના શબ્દો
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે અજિત પવાર જૂથ પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે કહ્યું કે મને કેબિનેટનું વિસ્તરણ થવું મુશ્કેલ લાગી રહ્યું છે. વિસ્તરણ થઈ રહ્યું નથી અને જે 9 મંત્રીઓએ શપથ લીધા છે તેમને તેમના મનપસંદ વિભાગો મળી રહ્યા નથી. હવે તેમના હાઈકમાન્ડ દિલ્હીમાં છે, દરેકને તેના માટે વારંવાર દિલ્હી જવું પડે છે. જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે બંને પક્ષોમાં ભારે અસંતોષ જોવા મળશે.
ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે અહીં સૌજન્ય મુલાકાત માટે આવ્યા હતા. ગઈકાલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, હું અને અજિત પવાર મળ્યા હતા. મહારાષ્ટ્રમાં અત્યારે ત્રણ પક્ષોની સરકાર છે, તેમાંથી બે પક્ષો પહેલેથી જ સરકારમાં છે. તેમના દ્વારા કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, હવે તેમાંથી અમને કેબિનેટમાં કોઈ સ્થાન મળશે, પછી તેમને કેબિનેટમાં અન્ય કોઈ સ્થાન મળશે, આ કામ તો થવાનું જ છે. હવે જો કોઈ એવું વિચારે કે આમાં કોઈ મોટી સમસ્યા છે તો એવું નથી. મહારાષ્ટ્રમાં આ બાબત એક-બે દિવસમાં સ્પષ્ટ થઈ જશે.
શિંદે થોડા દિવસના મહેમાન
સંજય રાઉતે કહ્યું કે આ પરિવર્તનનો નહીં પરંતુ બદલો લેવાનો સમય છે. તમે એકનાથ શિંદેનો ચહેરો જોયો છે? મંત્રીમંડળમાં અજિત પવારના પ્રવેશનો અર્થ એ છે કે એકનાથ શિંદે વિદાય લઈ રહ્યા છે, હવે એકનાથ શિંદે મુખ્યમંત્રી નહીં રહે. આ પ્રક્રિયા ચાલી રહી હોવાની અમને પહેલેથી જ ખબર હતી. આ વિશે મેં અગાઉ પણ કહ્યું હતું કે આવું થઈ શકે છે. એકનાથ શિંદે પર જે ડિસક્વોલિફિકેશનની તલવાર લટકી રહી હતી તે ટૂંક સમયમાં જ પડશે. તેમની સાથે ગયેલા 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. હવે થોડાં જ દિવસોમાં મહારાષ્ટ્રને વધુ એક મુખ્યમંત્રી મળશે.
Advertisement