દિલ્હીઃ લોકસભા બાદ કેન્દ્રની મોદી સરકાર હવે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ કરાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે રાજ્યસભામાં ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ, 2023 રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ પર ચર્ચા ચાલી રહી છે.
Advertisement
Advertisement
આ બિલ અંગે રાજ્યસભામાં બોલતા ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના 105 પાનાના ચુકાદામાં ક્યાંય પણ દિલ્હી પર કાયદો પસાર કરવા વિરુદ્ધ કંઈ કહેવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટના આદેશના પેરેગ્રાફ 86, 95 અને 164 Fમાં કહેવામાં આવ્યું છે કે સંસદને દિલ્હી માટે કાયદો બનાવવાના તમામ અધિકારો છે. 2013 માં, તેમણે (દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ) ટ્વીટ કરીને કહ્યું હતું કે તત્કાલીન સીએમ શીલા દીક્ષિતના નિવાસસ્થાનમાં 10 એર કંડિશનર હતા અને બાથરૂમમાં પણ એસી હતું, તેમણે એ પણ પૂછ્યું હતું કે વીજળીનું બિલ કોણ ચૂકવે છે. આજે કેજરીવાલના ઘરમાં 15 બાથરૂમ છે અને તેમાં 1 કરોડ રૂપિયાના પડદા લાગેલા છે.
રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ભાજપનો અભિગમ કોઈપણ રીતે નિયંત્રણ કરવાનો છે. આ બિલ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે, તે મૂળભૂત રીતે અલોકતાંત્રિક છે અને તે દિલ્હીના લોકોના પ્રાદેશિક અવાજ અને આકાંક્ષાઓ પર એક સીધો હુમલો છે. તે સંઘવાદના તમામ સિદ્ધાંતો, નાગરિક સેવા જવાબદારીના તમામ ધોરણો અને વિધાનસભા આધારિત લોકશાહીના તમામ મોડેલોનું ઉલ્લંઘન કરે છે. સિંઘવીએ વધુમાં કહ્યું કે આજે અમે માંગ કરી રહ્યા છીએ કે બંધારણે દિલ્હીને જે અધિકારો આપ્યા છે તે છીનવી લેવા ન જોઈએ.
બીજી તરફ, ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ, 2023 અંગે, રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ સમક્ષ જે પેન્ડિંગ છે તે વટહુકમની માન્યતા છે, અને બે પ્રશ્નો બંધારણીય બેંચને મોકલવામાં આવ્યા છે. અને તેની ગૃહમાં ચર્ચા સાથે કોઈ લેવાદેવા નથી.
Advertisement