દિલ્હીઃ સંસદના વિશેષ સત્રનો આજે ચોથો દિવસ છે. ગઈકાલે લોકસભામાં બહુમતીથી પસાર થયા બાદ સરકારે આજે રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરી દીધું છે અને તેના પર ચર્ચા ચાલી રહી છે. પીએમ મોદીએ ગુરુવારે લોકસભામાં આ માટે તમામ સાંસદોનો આભાર માન્યો, તો રાજનાથ સિંહે પણ વિપક્ષના સહયોગની પ્રશંસા કરી.
Advertisement
Advertisement
આ દરમિયાન એક પ્રસંગ એવો પણ બન્યો જ્યારે સામાન્ય રીતે શાંત રહેતા રાજનાથ સિંહ અચાનક જ પોતાનું નિવેદન છોડીને કોંગ્રેસને જવાબ આપવા લાગ્યા. આ મામલો ચીન સાથે સંબંધિત એક પ્રશ્નનો હતો, જેને લઈને કોંગ્રેસે વારંવાર સંરક્ષણ મંત્રીના ભાષણમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ રાજનાથે પોતાનો જવાબ આપીને વિપક્ષની બોલતી બંધ કરી દીધી હતી.
લોકસભામાં શું થયું?
લોકસભામાં જયારે રાજનાથ સિંહ મહિલા અનામત બિલ માટે સાંસદોનો આભાર માની રહ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ તેમને ઘણી વખત અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. અધીર રંજને રાજનાથને ચીન પર પ્રશ્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. એક-બે વખત તો રાજનાથે તેમને ટાળ્યા હતા. જો કે, જ્યારે અધીર રંજન ચૌધરીએ પૂછ્યું કે શું સરકાર પાસે લદ્દાખમાં ચીન સાથેના સંઘર્ષના મુદ્દે પર ચર્ચા કરવાની હિંમત છે, ત્યારે રાજનાથ વિફરાયા હતા. તેમણે કહ્યું, “પૂરી હિંમત છે…” રાજનાથે ઘણી વખત આ વાતનું પુનરાવર્તન કર્યું. આમ છતાં જ્યારે અધીર રંજન રોકાયા નહીં તો રાજનાથે કહ્યું, “અધીર રંજન જી, ઈતિહાસમાં ન જશો. ચર્ચા ચીન પર પણ થશે.”
ત્યારબાદ અધીર રંજને કહ્યું કે સરકારે ખાતરી આપી હતી કે ચીનના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે, પરંતુ તમે વચન પૂરું કર્યું નથી. તેના પર રાજનાથે કહ્યું કે તમે જે કહ્યું તે અમે સાંભળી લીધું, હવે અમારી પણ વાત સાંભળી લો. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હું ચર્ચા માટે તૈયાર છું અને છાતી પહોળી કરીને ચર્ચા કરવા માટે તૈયાર છું.
#WATCH पूरी हिम्मत है…चीन पर भी..मैं चर्चा करने के लिए तैयार हूं और सीना चौड़ा करके चर्चा करने के लिए तैयार हूं: लोकसभा में 'कांग्रेस सांसद अधीर रंजन चौधरी के पूछे जाने पर कि क्या आप में चीन मुद्दे पर चर्चा करने का साहस है' पर रक्षा मंत्री राजनाथ सिंह pic.twitter.com/ETTILGxXfh
— ANI_HindiNews (@AHindinews) September 21, 2023
‘ભારતીય સંસ્કૃતિને વિજ્ઞાન વિરોધી કહેનારા કશું જાણતા નથી’
રાજનાથ સિંહે ‘ચંદ્રયાન-3’ની સફળતા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો), વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન આપતાં કહ્યું કે સંસ્કૃતિ અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી. પરંતુ, પૂરક છે અને જેઓ ભારતની સંસ્કૃતિને વિજ્ઞાન વિરોધી ગણાવે છે. તેમને કંઈ જ ખબર નથી.
Advertisement