દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ વિપક્ષ મણિપુર મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે. એક તરફ જ્યાં વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં નિવેદન આપવાની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે હંગામો મચાવ્યો, જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
Advertisement
Advertisement
સભ્યપદ પુનઃસ્થાપિત થયા બાદ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભા પહોંચ્યા
બીજી તરફ સાંસદ પદ પાછું મળતાં કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સંસદનું સભ્યપદ પાછું મળ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભા પહોંચ્યા હતા. વિપક્ષ અને કોંગ્રેસના નેતાઓ તેમનું સ્વાગત કરવા માટે લોકસભાના ગેટ પર પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. દરમિયાન, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદ ભવનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સુપ્રીમ કોર્ટે ‘મોદી’ અટક ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવા પર રોક લગાવ્યા બાદ લોકસભા સચિવાલયે આજે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે.
#WATCH दिल्ली: I.N.D.I.A गठबंधन के नेताओं ने कांग्रेस नेता राहुल गांधी और विपक्षी गठबंधन के पक्ष में नारे लगाए।
सुप्रीम कोर्ट द्वारा ‘मोदी’ सरनेम टिप्पणी मामले में उनकी(राहुल गांधी) दोषसिद्धि पर रोक लगाने के बाद लोकसभा सचिवालय ने आज राहुल गांधी की लोकसभा सदस्यता बहाल की। pic.twitter.com/2AFVVjD57k
— ANI_HindiNews (@AHindinews) August 7, 2023
136 દિવસની કાનૂની લડાઈ બાદ રાહુલ ગાંધી ગૃહમાં દેખાયા
ઉલ્લેખનીય છે કે, સંસદનું સભ્યપદ પાછું મેળવવા માટે રાહુલ ગાંધી 136 દિવસની કાનૂની લડાઈ લડ્યા અને આખરે જીત હાંસલ કરી છે. સુપ્રીમ કોર્ટે તેમને મોટી રાહત આપતાં તેમની સજા પર રોક લગાવી દીધી છે. આજે સવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ પુનઃસ્થાપિત થયા બાદ I.N.D.I.A ગઠબંધનના નેતાઓએ ઉજવણી કરી હતી.
#WATCH कांग्रेस सांसद राहुल गांधी संसद पहुंचे।
सुप्रीम कोर्ट द्वारा ‘मोदी’ सरनेम टिप्पणी मामले में उनकी(राहुल गांधी) दोषसिद्धि पर रोक लगाने के बाद लोकसभा सचिवालय ने आज उनकी लोकसभा सदस्यता बहाल की। pic.twitter.com/do5dB33NJ0
— ANI_HindiNews (@AHindinews) August 7, 2023
Advertisement