કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લેહ અને લદ્દાખના પ્રવાસે છે. હવે તેમનો આ પ્રવાસ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી 25 ઓગસ્ટ સુધી લેહ-લદ્દાખમાં રહેશે. મળતી માહિતી મુજબ, 20 ઓગસ્ટે રાહુલ ગાંધી તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીનો જન્મદિવસ પેંગોંગ લેકના કિનારે ઉજવશે.
Advertisement
Advertisement
કલમ 370 હટાવ્યા બાદ રાહુલની આ પ્રથમ લદ્દાખ મુલાકાત
5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35(A)નાબૂદ કર્યા પછી અને બે કેન્દ્રશાસિત પ્રદેશો લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરમાં વિભાજન કર્યા પછી રાહુલ ગાંધીની આ પ્રથમ લદ્દાખ મુલાકાત છે. તેમના રોકાણ દરમિયાન તેઓ કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે અને યુવાનો સાથે વાતચીત કરશે. આ સિવાય સૂત્રએ વધુમાં જણાવ્યું કે તે લેહમાં એક ફૂટબોલ મેચ જોવા પણ જશે. આ ઉપરાંત રાહુલ ગાંધી 25 ઓગસ્ટના રોજ 30 સભ્યોની લદ્દાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદ કારગિલ ચૂંટણી બેઠકમાં પણ હાજરી આપશે
રાહુલ ગાંધી ગઈકાલે બપોરે લેહ પહોંચ્યા હતા
10 સપ્ટેમ્બરે યોજાનારી કારગિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું છે. રાહુલ ગાંધી ગઈકાલે લદ્દાખ પહોંચ્યા હતા. લેહ એરપોર્ટ પર પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ તેમની ભારત જોડો યાત્રા દરમિયાન લેહ જઈ શક્યા ન હતા. તેમણે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં લેહની મુલાકાતે જશે.
Advertisement