દિલ્હી: લોકસભાનું સભ્યપદ પાછું મળ્યા બાદ રાહુલ ગાંધીએ આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન શાસક પક્ષના સાંસદોએ ઘણાં મુદ્દા પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, જેના કારણે બંને પક્ષો તરફથી ભારે હોબાળો થયો. હવે NDAની કેટલીક મહિલા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી છે કે રાહુલ ગાંધીએ તેમને સંસદમાં ફ્લાઈંગ કિસ આપવાનો ઈશારો કર્યો હતો. આવો આક્ષેપ કરીને મહિલા સાંસદોએ રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે સંસદનું સભ્યપદ પાછું મેળવ્યા બાદ પહેલીવાર સંસદમાં ભાષણ આપ્યું હતું.
Advertisement
Advertisement
સંસદમાં રાહુલ ગાંધીની ફ્લાઈંગ કિસ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગણાવી અભદ્રતા
સંસદમાં ભાષણ દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે સંસદમાં કોઈ મહિલા વિરોધી વ્યક્તિ જ મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપી શકે છે. જેમને આજે મારા પહેલા નિવેદન આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો તેમણે આજે જતી વખતે અભદ્ર લક્ષણની નિશાની બતાવી હતી. માત્ર મહિલાવિરોધી વ્યક્તિ જ સંસદમાં મહિલા સંસદસભ્યોની હાજરીમાં ફ્લાઈંગ કિસ આપે તેવું હોઈ શકે. આવું ગરિમાવિહીન આચરણ આ દેશના ગૃહમાં ક્યારેય જોવા મળ્યું નથી.
રાહુલ ગાંધી પર લાગેલા ફ્લાઈંગ કિસના આ આરોપ બાદ વિવાદ સર્જાયો છે. ગૃહની બહાર નીકળ્યા બાદ ઈરાનીએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે તેમણે રસ્તે ચાલતાં સાંભળ્યું હતું કે જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે તેઓ મહિલાઓને આ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ અથવા અભદ્ર સંકેત આપે છે. ગાંધી પરિવારના સંસ્કારોમાં આ પણ એક સંસ્કાર છે તેની ખબર ન હતી.
સીસીટીવી ફૂટેજ જોયા બાદ કાર્યવાહી થવી જોઈએ
આ ઉપરાંત કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ પણ ફ્લાઈંગ કિસ અંગે કોંગ્રેસ સાંસદ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સંસદની અંદર કોઈ સંસદ સભ્ય મહિલાની સામે ફ્લાઈંગ કિસ આપી રહ્યા હોય તેવું આ પહેલીવાર થઈ રહ્યું છે. તે શું નેતા છે? અમે આજે સ્પીકરને ફરિયાદ કરી છે. સીસીટીવી ફૂટેજ જોયા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમે માંગ કરી છે.
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ફ્લાઈંગ કિસ આપે છે. રાહુલ ગાંધીને શું થઈ ગયું છે? ત્યાં (ગૃહમાં) ઘણી બધી મહિલાઓ બેઠી છે. તેમનામાં કોઈ શિષ્ટાચાર નથી.
Advertisement