કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે છત્તીસગઢની મુલાકાતે હતા. તેમણે ભિલાઈમાં જયંતી સ્ટેડિયમમાં આયોજિત મહિલા સમૃદ્ધિ સંમેલનને સંબોધન કર્યું હતું. સંમેલનને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મોંઘવારી, બેરોજગારી અને મોદી સરકારની નીતિઓ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ખેડૂતો રોજના 27 રૂપિયા કમાઈ રહ્યા છે જ્યારે પીએમ મોદીના એક ઉદ્યોગપતિ મિત્ર દરરોજ 1,600 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે.
Advertisement
Advertisement
વધતી મોંઘવારીનો પીએમ મોદી પાસે જવાબ નથી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ જી-20 કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ ખરાબ બાબત છે તેમ કોઈ કહેતું નથી. દેશનું માન સન્માન વધે તે સારું છે. સારું છે કે તેમણે યશોભૂમિ બનાવવામાં 27 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તેમણે નવું સંસદ ભવન બનાવવા માટે 1,200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેઓ આઠ હજાર કરોડના વિમાનમાં ઉડે છે. પરંતુ તે તમને જવાબ આપી શક્યા નથી કે મોંઘવારી કેમ વધી છે, તમારા રસ્તા કેમ તૂટી ગયા છે, તમને રોજગાર કેમ મળી રહ્યો નથી ?
ભિલાઈમાં જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, “… જનતા ત્યારે જાગૃત હતી અને જનતા અત્યારે પણ જાગૃત છે પરંતુ હવે જનતાની લાગણીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધર્મ, જાતિ અને જ્ઞાતિની વાતો થઈ રહી છે. આમાં તેનો રાજકીય ઉપયોગ થાય છે અને જ્યારે આવું થાય ત્યારે તમે પૂછશો નહીં કે તમે મારો રસ્તો કેમ ન બનાવ્યો…?”
પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું, “મેં સાંભળ્યું છે કે વડા પ્રધાન મોદી ધાનની ખરીદીનો શ્રેય લે છે. હું પૂછું છું કે મોદી સરકાર જ છત્તીસગઢની ડાંગરની ખરીદી કરી રહી છે તો ઉત્તર પ્રદેશના ખેડૂતો ધાન 1200 – 1400 રૂપિયામાં કેમ વેચી રહ્યા છે? ત્યાં તો તેમની સરકાર છે. લોકો રખડતા પશુઓથી હેરાન પરેશાન છે. લોકોને તેમના પાકનું રક્ષણ કરવા માટે આખી રાત ખેતરોમાં બેસી રહેવું પડે છે. અમે છત્તીસગઢમાં આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે.”
આધુનિક ભારતનો પાયો ભિલાઈમાં નખાયો હતો
પ્રિયંકા ગાંધીએ તેમના ભાષણની શરૂઆત બમલેશ્વરી મૈયા અને છત્તીસગઢ મહતારીના જયઘોષ સાથે કરી હતી. આ પછી તેમણે કહ્યું કે આજે હું અહીં આવીને ખૂબ જ ગર્વ અનુભવું છું. વર્ષ 1955માં નહેરુ ગાંધીએ ભિલાઈ સ્ટીલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે ભિલાઈ સમગ્ર દેશ માટે એક ઉદાહરણ છે. અહીં દેશભરના લોકો એક થઈને કામ કરી રહ્યા છે. ખરા અર્થમાં આધુનિક ભારતનો પાયો અહીં નંખાયો હતો. અહીં આવીને દરેક વ્યક્તિ ગર્વ અનુભવે છે. તે દેશની એકતા અને સાહસિકતાનું પ્રતિક છે
Advertisement