લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાની વ્યૂહનીતિ ઘડવામાં લાગી ગયા છે. પીએમ મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને હરાવવા માટે કોંગ્રેસ અને સમાન વિચારધારા સાથેના વિરોધપક્ષોનું નવું રચાયેલું ઈન્ડિયા ગઠબંધન પણ કમર કસી રહ્યું છે. તે દરમિયાન, ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીથી આગામી લોકસભા ચૂંટણી લડશે તો તેઓ ચોક્કસપણે જીતશે.
Advertisement
Advertisement
આ જગ્યાઓ પર ભાજપને મુશ્કેલી પડશે
રાઉતે કહ્યું કે વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને ઈચ્છે છે. જો તેઓ વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડશે તો ચોક્કસપણે તેઓ જીતી જશે. આ ઉપરાંત ભાજપ માટે રાયબરેલી, વારાણસી અને અમેઠીમાં કપરી લડાઈ છે.
રાઉતે શરદ-અજીત વિશે પણ વાત કરી
શરદ પવાર અને અજિત પવાર વચ્ચે અવારનવાર થતી મુલાકાતો અંગે સંજય રાઉતે કહ્યું કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળી શકે છે તો શરદ-અજિત કેમ નહીં ? રાઉતે કહ્યું કે અમને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે શરદ પવાર અને અજિત પવાર ગઈકાલે મળ્યા હતા. શરદ પવાર આ અંગે ટૂંક સમયમાં વાત કરશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે શરદ પવારે અજિત પવારને ઈન્ડિયા બ્લોકની બેઠક માટે આમંત્રણ આપ્યું છે.
ડેપ્યુટી સીએમ ખુશ નથી
રાઉતે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના બંને ડેપ્યુટી સીએમ પણ વર્તમાન સરકારથી ખુશ નથી. રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના લોકો આ વર્તમાન સરકારથી ખુશ નથી.
શરદ પવારનો જવાબ
રવિવારે એનસીપીના વડા શરદ પવારને અજિત પવાર સાથેની ‘ગુપ્ત બેઠક’ વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈકના નિવાસસ્થાને બેઠક થઈ હોય ત્યારે તે કેવી રીતે ગુપ્ત બની ગઈ. તેમણે કહ્યું કે મારા ભત્રીજાને મળવું મારા માટે સામાન્ય છે. એમાં ખોટું શું છે ? જ્યારે તે (બેઠક) કોઈના નિવાસસ્થાને આયોજન કરવામાં આવી હોય ત્યારે તે ગુપ્ત કેવી રીતે હોઈ શકે.
Advertisement