વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં રૂ. 26,000 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો જેમાં નાગરનારમાં NMDC સ્ટીલ લિમિટેડના સ્ટીલ પ્લાન્ટનો સમાવેશ થાય છે. ત્યારબાદ પીએમ મોદીએ બસ્તરના જગદલપુરમાં એક જાહેરસભાને સંબોધી હતી. આ અવસર પર તેમણે કહ્યું કે કોંગ્રેસે માત્ર 5 વર્ષમાં છત્તીસગઢની જે હાલત કરી છે તે આખો દેશ જોઈ રહ્યો છે. તેના ધારાસભ્યો અને મંત્રીઓએ જે કરતૂતો કર્યા છે તેનાથી દરેક વ્યક્તિ પરેશાન છે. છત્તીસગઢમાં અપરાધ ચરમસીમા પર છે, હત્યાઓના મામલામાં છત્તીસગઢ અગ્રણી રાજ્યની કેટેગરીમાં પહોંચી ગયું છે, ક્યારેક-ક્યારેક તો એવું લાગે છે કે છત્તીસગઢ અને રાજસ્થાન વચ્ચે ગુનાખોરીના મામલામાં સ્પર્ધા ચાલી રહી છે.
Advertisement
Advertisement
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે છત્તીસગઢમાં વિકાસ કાં તો કોંગ્રેસના પોસ્ટર-બેનરોમાં દેખાય છે અથવા તો અહીંના નેતાઓની તિજોરીમાં. કોંગ્રેસે છત્તીસગઢને જો કંઈ આપ્યું હોય તો તે છે ખોટો પ્રચાર અને કૌભાંડી સરકાર, એટલે જ આજે છત્તીસગઢના ખૂણે-ખૂણેથી અવાજ આવી રહ્યો છે – હવે નહીં સાહિબો, બદલ કે રહિબો. કોંગ્રેસની સરખામણીમાં ભાજપ સરકાર પાંચ ગણું વધારે બજેટ આપે છે. ભાજપ સરકારે જ 15 નવેમ્બર એટલે કે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો. અમે આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ પણ અઢી ગણી કરી દીધી છે.
છત્તીસગઢના જગદલપુરમાં જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે અહીં દેશની એક ખૂબ મોટી અને સૌથી આધુનિક સ્ટીલ ફેક્ટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આટલો મોટો કાર્યક્રમ હતો પરંતુ છત્તીસગઢના એક પણ મંત્રી, મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આવ્યા નથી. તેમના ન આવવા પાછળ બે કારણો છે, એક તો તેમને પોતાની સરકારની એટલી ચિંતા છે કે તેમની પાસે અહીં આવવાનો સમય નથી, તેઓ સરકારને બચાવવામાં વ્યસ્ત છે અને બીજું તેઓ જાણે છે કે કોઈ ભ્રષ્ટાચારી વ્યક્તિ મોદી સાથે આંખ મિલાવી શકતો નથી.
આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકાર જુઠ્ઠાણા ફેલાવીને સ્ટીલ પ્લાન્ટ પર કબજો કરવા માંગે છે અને તેના દ્વારા મોટી કમાણી કરવા માંગે છે, સ્ટીલ પ્લાન્ટ બસ્તરના લોકોનો છે. હું કોંગ્રેસના કોઈપણ નેતાને આ સ્ટીલ પ્લાન્ટનો માલિક બનવા દઈશ નહીં.
પીએમ મોદીએ જાતિ આધારિત વસ્તીગણતરીને લઈને વિપક્ષ પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે ગઈકાલથી કોંગ્રેસે એક અલગ સૂર આલાપવાનું શરૂ કર્યું છે, તે કહે છે કે જેટલી વસ્તી એટલો અધિકાર. હું કહું છું કે આ દેશમાં જો કોઈ સૌથી મોટી વસ્તી છે તો તે ગરીબ છે, તેથી ગરીબોનું કલ્યાણ જ મારું લક્ષ્ય છે.
Advertisement