ઝારખંડમાં ડુમરી વિધાનસભા પેટાચૂંટણીને લઈને AIMIM દ્વારા આયોજિત બેઠકમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ભાષણ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યાની વાત સામે આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે કાર્યવાહી કરી છે. પ્રવચન દરમિયાન રેકર્ડ થયેલો વીડિયો જીલ્લા કલેકટર અને એસપીની સૂચનાથી વીડિયો ઓબ્ઝર્વેશન ટીમ દ્વારા નિહાળવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાના પ્રયાસ જેવું કૃત્ય
ત્યારબાદ, ફ્લાઈંગ સ્ક્વોડ ડુમરી દ્વારા ડુમરી પોલીસ સ્ટેશનમાં AIMIMના ઉમેદવાર અબ્દુલ મોબીન રિઝવી, પાર્ટીના નેતા મુઝફ્ફર હસન નૂરાની અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. વહીવટીતંત્રે આ સંદર્ભે એક પ્રેસ નિવેદન બહાર પાડ્યું છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, વીડિયો જોઈને ખબર પડી કે આ કૃત્ય આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ છે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની બેઠકમાં નારા લાગ્યા
બીજી તરફ ડુમરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પવન કુમાર સિંહે પણ FIRની પુષ્ટિ કરી છે. બુધવારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ડુમરીના કેબી હાઈસ્કૂલ મેદાનમાં એક જાહેર સભાને સંબોધી હતી. AIMIMના વડા અસુદ્દીન ઓવૈસી ડુમરી વિધાનસભા પેટાચૂંટણીને લઈને એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. ઓવૈસીનું સંબોધન સાંભળવા ઉમટેલી ભીડમાંથી એક યુવકે આ નારા લગાવ્યા હતા. આ ઘટના બાદ ઓવૈસીએ પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવી દીધું હતું અને સ્ટેજ પરથી જ નારા લગાવનારા યુવાનને ઠપકો આપ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનો વીડિયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો છે. ભાજપના નેતાઓએ પણ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો જોરદાર વિરોધ કર્યો છે અને ગુનેગારોને ઓળખીને તેમની સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે. હાલ પોલીસે કેસ નોંધીને વીડિયોની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર વીડિયોના આધારે આરોપીને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Advertisement