રાજસ્થાનમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પરંતુ તે પહેલા એક વીડિયોના કારણે ગેહલોત સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. પ્રતાપગઢ જિલ્લાના એક ગામમાં મણિપુર જેવી ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક ગર્ભવતી આદિવાસી મહિલાને આખા ગામમાં નિર્વસ્ત્ર કરીને આખા ગામમાં ફેરવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજ્યનો રાજકીય પારો ગરમ થઈ ગયો છે. આ ઘટનાને લઈને વિપક્ષે સીએમ ગેહલોત પર સીધો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
રાજસ્થાનમાં મણિપુર જેવી ઘટના પર વિપક્ષ ભડક્યો
આ ઘટના વિશે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સીએમ ગેહલોત પર સીધો પ્રહાર કરતાં કહ્યું કે, પ્રતાપગઢ જિલ્લાના ધારિયાવાડની પહાડા ગ્રામ પંચાયતમાં એક ગર્ભવતી યુવતીને જાહેરમાં નિર્વસ્ત્ર કરવાનો અશ્લીલ વીડિયો વાયરલ થતો રહ્યો અને વહીવટીતંત્રને આ ઘટનાની જાણ પણ ન હતી. રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ એટલી હદે વધી ગયા છે કે રાજસ્થાનને વારંવાર શરમ અનુભવવી પડી રહી છે. મહિલા અત્યાચારમાં રાજ્યને દેશમાં નંબર 1 બનાવવા માટે ખુદ કોંગ્રેસ સરકાર જવાબદાર છે. મુખ્યમંત્રી જી, આખરે એવી કઈ મજબૂરી છે કે રાજસ્થાનમાં દીકરીઓની ઈજ્જત લૂંટાતી રહે અને ચીસો તમારી કોંગ્રેસ સરકારને સંભળાતી નથી ?
આ સિવાય રાજેએ અન્ય એક ટ્વીટમાં લખ્યું, હું સૌને અપીલ કરું છું કે આ દીકરી સાથે જે નિંદનીય ઘટના બની છે તેનાથી આખું રાજસ્થાન શરમમાં મુકાઈ ગયું છે. ગુનેગારોએ તમામ હદ વટાવી દીધી છે, પરંતુ તમે બધા કૃપા કરીને વાયરલ થઈ રહેલા વીડિયોને વધુ પોસ્ટ કરશો નહીં.
સતીશ પુનિયાએ સીએમ ગેહલોત પર નિશાન સાધ્યું
બીજી તરફ આ ઘટના અંગે રાજસ્થાન વિધાનસભામાં વિરોધપક્ષના ઉપનેતા સતીશ પુનિયાએ કહ્યું કે આ ઘટના હૃદયદ્રાવક છે. મને લાગે છે કે રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે, ખાસ કરીને મહિલાઓ પ્રત્યેની સતામણી અને અપરાધોની ઘટનાઓ થઈ છે તે શ્રૃંખલામાં આ પ્રકારની ક્રૂરતાની ઘટનાઓ ઉમેરાઈ ગઈ છે, તેની આપણે જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. આ ક્રૂરતા બૂમો પાડીને કહી રહી છે કે અશોક ગેહલોત જીની સંપૂર્ણ નિષ્ઠા રાજકારણ અને ખુરશી બચાવવામાં છે, પરંતુ કોઈ મહિલાની ઈજ્જત કેવી રીતે બચે તેમાં તેમની વફાદારી ક્યારેય દેખાઈ નથી…. અમે ઈચ્છીએ છીએ કે ફાસ્ટ ટ્રેક દ્વારા ગુનેગારોને તાત્કાલિક સજા કરવામાં આવે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ આ ઘટનાને લઈને ગેહલોત સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે રાજસ્થાનના પ્રતાપગઢનો વીડિયો ચોંકાવનારો છે. રાજસ્થાનમાં શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે ગૂમ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અને મંત્રીઓ જૂથોના વિવાદોનો ઉકેલ લાવવામાં વ્યસ્ત છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે તે કોઈ નવાઈની વાત નથી. વારંવાર મહિલાઓની સતામણીની કોઈ ને કોઈ ઘટના પ્રકાશમાં આવતી જ રહે છે. રાજસ્થાનના લોકો રાજ્ય સરકારને પાઠ ભણાવશે.
Advertisement