દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ અને ભાજપ બંને ચૂંટણી મોડમાં આવી ગયા છે. લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડવા માટે વિપક્ષી નેતાઓ બેંગલુરુમાં ભેગા થવા લાગ્યા છે. બીજી તરફ ભાજપ પણ એનડીએની મદદથી પોતાની તાકાત બતાવવા જઈ રહ્યો છે. NDAની બેઠક 18 જુલાઈએ સાંજે 5 વાગ્યે દિલ્હીની અશોક હોટલમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. પરંતુ આ બેઠકને લઈને વિપક્ષ આક્રમક બન્યો છે.
Advertisement
Advertisement
એનડીએની આ બેઠક પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે મોદીજીએ રાજ્યસભામાં કહ્યું હતું કે તમામ વિપક્ષો પર હું એકલો જ ભારે છું. જો તે એકલા જ બધા વિપક્ષો પર ભારે પડે તેમ હોય તો તેઓ શા માટે 30 પક્ષો ભેગા કરી રહ્યા છે. આ સાથે તેઓ 30 પાર્ટીઓના નામ તો જણાવે. જે લોકો અમારી સાથે છે તેઓ હંમેશા અમારી સાથે રહ્યા છે. અમે સંસદમાં અને સંસદની બહાર પણ સાથે મળીને કામ કર્યું છે. અમે જે કરી રહ્યા છીએ તે જોઈને તેઓ ગભરાઈ ગયા છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આજે ભાજપ જે કુનબા (પરિવાર) બની ગયો છે તે જોઈને ઊંઘી શકતી નથી. ભાજપ ડરી ગઈ છે અને કાલની જે ગતિવિધિઓ છે તે સ્પષ્ટ કરી રહી છે કે મોદીજી 2024માં પાછા આવવાના નથી કારણ કે દેશની જનતાએ પોતાની રીતે નક્કી કર્યું છે.
કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે વિપક્ષી પાર્ટીની બેઠક વિશે માહિતી આપતા કહ્યું કે કેટલાંક નેતાઓ આજે આવવાના નથી. તેઓ આવતીકાલે આવશે અને આ બેઠક કાલે સવારે મળવાની છે. બેઠક 11 વાગે શરૂ થશે અને 4 વાગે તમામ પક્ષોના નેતાઓ દેશને સંબોધશે, પરંતુ, અમારી પટણાની બેઠક બાદ અચાનક વડાપ્રધાનને એનડીએનો ખ્યાલ આવ્યો, એનડીએમાં નવો પ્રાણ પૂરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
બિહારના મંત્રી તેજ પ્રતાપ યાદવે બેંગલુરુમાં વિપક્ષ અને NDAની બેઠક પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 2024 માટે સંપૂર્ણ તૈયારી છે. આ બેઠક બિહારની ભૂમિથી શરૂ થઈ છે, એટલે મહાગઠબંધનની બેઠક સફળ થશે. એનડીએની બેઠક બોલાવવાથી કંઈ થવાનું નથી. દેશની જનતાએ જોયું છે કે આ લોકોએ કેવી રીતે છેતરપિંડીનું કામ કર્યું છે.
Advertisement