દિલ્હી: મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓની કપડાં વગર નગ્ન પરેડ કરાવવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં રોષનું વાતાવરણ સર્જાયું છે. વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ પણ તેજ થઈ ગયું છે અને વિપક્ષ મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવી રહ્યો છે. એનસીપીના વડા શરદ પવારે ટ્વીટ કર્યું, “મણિપુરના વિચલિત કરનારા દ્રશ્યો, ખાસ કરીને મહિલાઓ પરના અત્યાચાર, જે ઘૃણાસ્પદ છે, તે જોઈને ખૂબ દુઃખ થયું. આ સમય છે એક થવાનો, આપણો અવાજ ઉઠાવવાનો અને મણિપુરના લોકો માટે ન્યાય માંગવાનો છે. ગૃહ વિભાગ અને પીએમઓએ મણિપુરમાં શાંતિની પુનઃસ્થાપના કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે.
Advertisement
Advertisement
બીજી તરફ આ મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે મણિપુરમાં જે થયું છે તે બીજેપી સરકારના કારણે થયું છે તેથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવું જોઈએ. પીએમ મોદી ભાષણ તો સારા આપે છે પરંતુ દેશમાં શું થઈ રહ્યું છે તેના પર બોલતા નથી.
કોંગ્રેસ સાંસદ અધીર રંજને પણ આ ઘટના વિશે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આજે આપણને શરમ આવે છે કે આના (મણિપુર વાયરલ વીડિયો) પર રાજનીતિ ન થવી જોઈએ. પરંતુ પીએમ, ગૃહમંત્રી ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? હું પૂછવા માગું છે કે પીએમ કેમ ચૂપ છે ? તેમણે કહ્યું કે અમે મણિપુર માટે રોડમેપ તૈયાર કરી રહ્યા છીએ. તમે ઘણાં દેશોની મુલાકાત લો છો અને કહો છો કે ભારતમાં બધું બરાબર છે. અમે પૂછવા માંગીએ છીએ કે શું તમે તમારા મુખ્યમંત્રીનું રાજીનામું માંગશો કે નહીં ?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદની કાર્યવાહી પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે આજે મણિપુરનો મુદ્દો ઉઠાવી રહ્યા છીએ. મેં અને અન્ય પક્ષોએ પણ આ મુદ્દે ચર્ચા કરવા નોટિસ આપી છે. આ મુદ્દો ઉઠાવવા દેવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે. ત્યાં 80 દિવસથી ઘટનાઓ બની રહી છે. વડાપ્રધાન આ અંગે મૌન છે, તેઓ જુદા જુદા દેશોમાં જઈને આવી ગયા પરંતુ તેમની પાસે મણિપુર જવાનો સમય નથી. ત્યાં દુષ્કર્મ થઈ રહ્યા છે. વડાપ્રધાન પાસે 38 પાર્ટીઓને બોલાવવાનો સમય છે પરંતુ તમે ત્યાં જતા નથી. રાહુલ ગાંધી પાસે કોઈ સાધન ન હતું, છતાં તેઓ મણિપુર ગયા અને લોકોને મળીને આવ્યા.
કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ આ ઘટના વિશે કહ્યું કે મણિપુરથી જે વીડિયો જોવા મળ્યો છે તેણે સૌના દિલને હચમચાવી નાખ્યું છે. મને લાગે છે કે આ મુદ્દે પીએમ મોદીએ ગૃહમાં પોતાનું નિવેદન આપવું જોઈએ અને માફી માંગવી જોઈએ, તો કદાચ મણિપુરના લોકોને થોડી શાંતિ મળશે.
આ ઘટના અંગે AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે માનવતાના લીરેલીરા ઉડાવતો એક વીડિયો મણિપુરથી સામે આવ્યો છે. દુઃખની વાત એ છે કે કેન્દ્ર સરકાર એ વાત સ્વીકારવા તૈયાર નથી કે મણિપુર સળગી રહ્યું છે અને ત્યાં બધું યોગ્ય નથી. હું ભાજપને પૂછવા માંગુ છું, શું આ આપણું 21મી સદીનું ભારત છે ? શું આ એ જ ભારત છે જેના વિકાસની ગાથા પીએમ મોદી વિદેશમાં જઈને ગાય છે ? 38 પાર્ટીઓની બેઠક થઈ, પરંતુ 38માં એક પણ નેતાએ શું પીએમ મોદીને પૂછ્યું કે મણિપુર કેમ સળગી રહ્યું છે.To
Advertisement