કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકના બેંગલુરુમાં વિપક્ષની બીજી બેઠક શરૂ થવા જઈ રહી છે. તેમાં ભાગ લેવા તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમકે સ્ટાલિન અને પાર્ટીના સાંસદ ટીઆર બાલુ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી નેતા મમતા બેનરજી બેંગલુરુ પહોંચી ચૂક્યાં છે. જ્યારે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, પીડીએફ વડા મહેબૂબા મુફ્તી, દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બેંગલુરુ જવા રવાના થયા છે. વિપક્ષની બેઠકમાં કુલ 26 સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો ભાગ લેશે.
Advertisement
Advertisement
વિપક્ષની બીજી સંયુક્ત બેઠક બેંગલુરુમાં યોજાશે. બેઠકના સ્થળ પર AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષી નેતાઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બેઠકમાં ભાગ લેવા બેંગલુરુ પહોંચેલા સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે મને ખુશી છે કે પટણા બાદ બેંગલુરુમાં બેઠક યોજાવા જઈ રહી છે અને ભાજપને 2/3 લોકો હરાવવા જઈ રહ્યા છે. મને આશા છે કે આ વખતે દેશની જનતા ભાજપને કારમો પરાજય અપાવશે.
બીજી તરફ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે આ બેઠક અંગે કહ્યું કે આ બેઠક વિપક્ષની બેઠક નથી, પરંતુ આ દેશમાં જે તાનાશાહી ચાલી રહી છે તેની સામે જે લોકો દેશને આગળ લઈ જવા માંગે છે તેવા મુખ્ય રાજકીય પક્ષોની બેઠક છે. મહાબેઠકમાં સીટોની વહેંચણી પર ચર્ચા, જે મોરચો બનશે તેનું નામ શું હશે તેના પર ચર્ચા થશે. પવાર સાહેબ આજે નહીં આવે પણ કાલે સવારે તેઓ બેઠકમાં ભાગ લેશે.
વિપક્ષની મહાબેઠકમાં ભાગ લેવા આવેલા સીપીઆઈએમના નેતા સીતારામ યેચુરીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે દેશનું ચરિત્ર ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક છે, તેથી આ ચરિત્રને જાળવી રાખવું જરૂરી છે અને આજે આ ચરિત્ર પર મોદી સરકારના કારણે પ્રહારો થઈ રહ્યા છે. તો તેનાથી બચવા માટે મોદી સરકાર કે ભાજપને હટાવવા પડશે. બેઠકમાં આ મુદ્દો મહત્વનો રહેશે.
બીજી તરફ, આ બેઠક અંગે કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ કહ્યું કે અમે બધા એક ચોક્કસ વિચારધારા સાથે સંગઠિત થયાં છીએ અને અમે ભારત અને બંધારણના વિચારને બચાવવા માટે એકસાથે થયાં છીએ. ભાજપને અમારી એકતાથી સમસ્યા હોય તો તેનો અર્થ એ છે કે તેમને ડર છે કે તેઓ સત્તા પરથી દૂર થઈ જશે. તમે જોઈ શકો છો કે ભાજપ અને પીએમ મોદીનો જાદુ કેવી રીતે ઓસરી રહ્યો છે. તેમની નીતિઓ ભારતને નુકસાન પહોંચાડી રહી છે.
Advertisement