શરદ પવારે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ તેવા પોતાના ભત્રીજા અજિત પવારના સૂચનની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા શરદ પવારે મજાક ઉડાવી છે. તેમણે કહ્યું કે તેઓ કામ કરવાનું ચાલુ રાખશે કારણ કે પાર્ટીના કાર્યકરો ઈચ્છે છે કે તેઓ કામ કરતા રહે. અજિતની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા પવારે કહ્યું, ” શું તમે જાણો છો કે મોરારજી દેસાઈ કઈ ઉંમરે વડાપ્રધાન બન્યા હતા? ” મારે વડાપ્રધાન કે મંત્રી બનવું નથી, પરંતુ લોકોની સેવા કરવી છે. અજિત પવારે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે તેમના કાકાને 83 વર્ષની વયે નિવૃત્ત થવાનો સમય આવી ગયો છે.
Advertisement
Advertisement
હું થાક્યો નથી, હું નિવૃત્ત નથી, હું અગ્નિ છું: શરદ પવાર
પોતે હજુ વૃદ્ધ થયા નથી એવો દાવો કરતાં શરદ પવારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના શબ્દોનો પુનરોચ્ચાર કરતાં કહ્યું, ‘ ના થાકે હુએ હૈ, ના સેવાનિવૃત્ત હુએ હૈ.’ એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પવારે કહ્યું, “મને નિવૃત્ત થવાનું કહેનારા કોણ છે? હું હજુ પણ કામ કરી શકું છું. હું થાક્યો નથી, હું નિવૃત્ત નથી, હું આગ છું.”
અજિત પવારે અગાઉ ટીપ્પણી કરી હતી કે તેમને બાજુએ કરી દેવાયા હતા કારણ કે તેઓ કોઈના (શરદ પવારના) પુત્ર ન હતા. ત્યારપછી પરિવારમાં ઉત્તરાધિકાર અંગેની લડાઈના પ્રશ્નના જવાબમાં પીઢ રાજકારણીએ કહ્યું, કે તેઓ આ વિષય પર વધુ કશું કહેવા માંગતા નથી. મને પરિવારની બહાર પરિવારના મુદ્દાઓની ચર્ચા કરવી પસંદ નથી.
પવારે કહ્યું કે અજિતને મંત્રી બનાવ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા. પરંતુ તેમની પુત્રી સુપ્રિયા સુલેને શક્ય હોવા છતાં કોઈ મંત્રીપદ આપવામાં આવ્યું ન હતું,. તેમણે કહ્યું કે જ્યારે પણ એનસીપીને કેન્દ્રમાં મંત્રીપદ મળ્યું, તે અન્યને આપી દેવાયું હતું. પરંતુ, સાંસદ હોવા છતાં સુપ્રિયાને તે મળ્યું નહીં.
છગન ભુજબળના વિસ્તારમાં શરદ પવારે રેલી યોજી
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની કેબિનેટમાં અજિત અને NCPના અન્ય આઠ ધારાસભ્યોને સામેલ થયા તેના એક અઠવાડિયા પછી, શરદ પવારે શનિવારે નાસિક જિલ્લાના યેઓલા ખાતે રેલી યોજીને પોતાના રાજ્યવ્યાપી પ્રવાસની શરૂઆત કરી હતી. તે પાર્ટીના બળવાખોર નેતા અને મંત્રી છગન ભુજબળનો મતવિસ્તાર છે. મુંબઈથી 250 કિમી ઉત્તરે આવેલા નાનકડા શહેર યેઓલાને પોતાના પક્ષના પુનઃનિર્માણની કવાયત શરૂ કરવા માટે પસંદગી કરવાને 80 વર્ષીય નેતા દ્વારા પાર્ટીને ફરીથી ઉભી કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
Advertisement