દિલ્હી: વિરોધ પક્ષના નવા ગઠબંધન ‘ INDIA ‘ના નામ પર પોતાની નારાજગી વ્યક્ત કરનારા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મોટી ભેટ મળે તેવી શક્યતા છે મુંબઈમાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની આગામી અને ત્રીજી બેઠકમાં નીતિશ કુમારને કન્વીનર જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નીતિશને કન્વીનર બનાવવાની વાત ફાઈનલ થઈ ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું છે કે અમે સંયોજકોના નામ પર ચર્ચા કરીશું અને તેમના નામની જાહેરાત કરીશું.
Advertisement
Advertisement
સૂત્રોએ એ પણ જણાવ્યું કે નીતિશ કુમારને ‘ INDIA ‘ શબ્દ પર નહીં પરંતુ ‘ INDIA ‘માં ડેમોક્રેટિક શબ્દ પર વાંધો હતો. વિરોધ પક્ષની બેઠકમાં વાંધો વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે NDAમાં પણ ‘ડેમોક્રેટિક’ શબ્દ આવે છે, તેથી ‘ડેમોક્રેટિક’ને બદલે ‘ડેવલપમેન્ટ’ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આ અંગે લગભગ અડધો કલાક ચર્ચા થઈ અને અંતે નીતિશના સૂચનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
આ વિપક્ષી ગઠબંધનને ‘ INDIA ‘ નામ આપવાનો શ્રેય ઉદ્ધવ ઠાકરે, મમતા બેનરજી અને રાહુલ ગાંધીને જાય છે. વિપક્ષના તમામ નેતાઓ પાસેથી નામ માટે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. વિદુથલાઈ ચિરુથાઈગલ કાચીના પ્રમુખ થોલ થિરુમાવલવને કહ્યું કે મમતા બેનરજીએ નામ સૂચવ્યું હતું. વિપક્ષી ગઠબંધન ‘ INDIA ‘નું નામ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રસ્તાવિત કર્યું હતું. લાંબી ચર્ચા પછી, આ જોડાણને ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ એક્સક્લુઝિવ એલાયન્સ (ઇન્ડિયા) નામ આપવામાં આવ્યું.
ભાજપે નીતિશની નારાજગીનો દાવો કર્યો હતો
આ મામલે બીજેપી નેતા સુશીલ મોદીએ દાવો કર્યો હતો કે નીતિશ કુમારે વિચાર્યું હતું કે તેમને સંયોજક અથવા વિપક્ષનો ચહેરો જાહેર કરવામાં આવશે પરંતુ એવું ન થયું તેથી તેઓ ચાલ્યા ગયા, તેઓ ચાર્ટર પ્લેનથી આવ્યા હતા. બે કલાક પછી ગયા હોત તો પણ કંઈ થયું ન હોત. સંભવતઃ તેમને ત્યાં જે સન્માનની અપેક્ષા હતી તે ન મળ્યું, જેના કારણે તેઓ અને લાલુ યાદવ ત્યાંથી નીકળી ગયા હતા.
Advertisement