એક વર્ષ પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાં ઉપપ્રમુખ તરીકે 25, મહામંત્રી તરીકે 75, પ્રોટોકોલમાં 5 અને 19 શહેર-જિલ્લા પ્રમુખો મળીને કુલ 124 નવી નિમણૂક જાહેર કરાઈ હતી, જેમાં એક સમયે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર હંગામો કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે કોર્પોરેટર નિરવ બક્ષીને અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા પરંતુ હવે નિરવ બક્ષીએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે.
નિરવ બક્ષીએ શહેર કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી હતી. તેમના રાજીનામા બાદ કોંગ્રેસ નવા શહેર પ્રમુખને લઈને તજવીજ હાથ ધરી છે.
નિરવ બક્ષી વિધાનસભાની ચૂંટણી પછી નિષ્ક્રિય હતા. તેઓ કોંગ્રેસના કોર્પોરેટર તરીકે યથાવત રહેશે. હવે તેમના સ્થાને કોને અમદાવાદના શહેર પ્રમુખ બનાવાય છે તેની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
Advertisement