બોલીવૂડ અભિનેતા મિસ્ટર પરફેક્ટ એવા આમિર ખાને કહ્યું કે, મન કી બાત કાર્યક્રમ સંવાદ માટેનું ખૂબ જ અત્યંત મહત્વપૂર્ણ માધ્યમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સામાન્ય નાગરિકોની સાથે જોડાય છે. નરેન્દ્ર મોદીના મન કી બાતના ૧૦૦ એપિસોડ પૂરા થવા નિમિત્તે દિલ્હીમાં રાષ્ટીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આવેલા અભિનેતા આમીર ખાને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૦૦મો કાર્યક્રમ ૩૦ એપ્રિલે પ્રસારીત કરવામાં આવશે.
Advertisement
Advertisement
મન કી બાતમાં કાર્યક્રમ સંવાદ માટેનું બહુ જ મહત્વપૂર્ણ માધ્યમ બન્યું છે અને તેનાથી દેશના નેતાઓ નાગરિકો સાથે જોડાય છે અને જનતા સાથે સંબંધ બનાવ્યો અને લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો છે. ન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અભિનેત્રી રવિના ટંડને કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પુરુષોનો દબદબો રહ્યો છે પણ છેલ્લાં ઘણાં સમયથી આ દબદબો તોડીને મહિલાઓ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારી પ્રગતિ કરી રહી છે.
મહિલાઓએ તેમને રોકી રાખતા અવરોધોને દૂર કર્યા અને પોતાના મનગમતા કાર્યક્ષેત્રમાં જોડાઇ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ પાસેથી શીખવું જોઇએ જેમાં જેઓ મહિલા અભિનેત્રીઓ અને મહિલા કલાકારોને વધુ મહત્વ આપે છે
Advertisement