મહારાષ્ટ્ર વિધાનસભાની છેલ્લી ચૂંટણી બાદથી ત્યાંના રાજકારણમાં અવારનવાર ઉથલપાથલની સ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે, મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અને ભાજપ વચ્ચે તિરાડ પડી હોવાના સંકેતો છે. સીએમ એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના હોદ્દા પરથી રાજીનામું ધરી દેવાની ધમકી આપી છે.
Advertisement
Advertisement
હું મારા હોદ્દેથી રાજીનામું આપવા તૈયારઃ શ્રીકાંત શિંદે
પત્રકારો સાથેની વાતચીતમાં શ્રીકાંત શિંદેએ કહ્યું કે ડોમ્બિવલીના કેટલાંક નેતા તેમના સ્વાર્થી રાજકારણ માટે બીજેપી-શિંદે જૂથ માટે અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મારે કોઈ પદ જોઈતું નથી. ભાજપ-શિવસેનાનું વરિષ્ઠ નેતૃત્વ જે પણ ઉમેદવાર નક્કી કરશે તેને હું સમર્થન આપીશ. તેમણે વધુમાં કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ભાજપ-શિવસેના ગઠબંધનને ફરીથી બનાવવાનો અને કેન્દ્રમાં ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો છે. અમે આ દિશામાં જે કામગીરી કરી રહ્યા છીએ તેનો કોઈ વિરોધ કરે, કોઈ નારાજ થાય અને ગઠબંધનમાં ઉથલપાથલ થાય તો હું મારા હોદ્દેથી રાજીનામું આપવા તૈયાર છું.
શું છે આખો મામલો?
ભાજપ કાર્યકર નંદુ જોશી વિરુદ્ધ મહિલાની છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે. નંદુ જોશી અને કેટલાક કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ડોમ્બિવલી માનપાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવા પાછળ શિવસેનાનો હાથ છે. બીજી તરફ બુધવારે ડોમ્બિવલીમાં રાજ્યકક્ષાના મંત્રી રવિન્દ્ર ચૌહાણના નેતૃત્વમાં ભાજપના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. દરમિયાન, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય બીજું કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપે ગુરુવારે લોકસભા ચૂંટણીમાં 48 બેઠકો માટે પ્રભારીઓના નામો જાહેર કરી દીધાં છે.
Advertisement