દિલ્હીઃ દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા ત્યારે વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યો. આ દરમિયાન ચર્ચા વખતે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનું એક નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું હતું.
Advertisement
Advertisement
ચૂપ રહો, નહીંતર EDના દરોડા પડશે
હકીકતમાં, જ્યારે દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ બિલની તરફેણમાં બોલતા કંઈક એવું કહ્યું જેનાથી ગૃહમાં હોબાળો મચી ગયો. મીનાક્ષી લેખીએ વિપક્ષને ચેતવણી આપતાં કહ્યું કે ચૂપ રહો નહીંતર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)તમારા ઘરે આવી શકે છે.
ये चेतावनी ⚠️ है या धमकी ⛔? pic.twitter.com/YjHx5d2uR8
— Srinivas BV (@srinivasiyc) August 3, 2023
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાએ નારાજગી વ્યક્ત કરી
લેખીના નિવેદન બાદ વિપક્ષે ભારે નારાજગી વ્યક્ત કરી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે લોકસભામાં લેખીની “ઉશ્કેરણીજનક ધમકી” એ વિપક્ષના એ આરોપોને સમર્થન આપ્યું હતું કે સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તેમણે ટ્વીટ કર્યું, “લોકસભામાં ચર્ચા દરમિયાન મીનાક્ષી લેખી દ્વારા આપવામાં આવેલી આ ધમકી સાબિત કરે છે કે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.”
કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા
મીનાક્ષી લેખીના નિવેદન પર, ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસે પણ પ્રશ્ન કર્યો હતો કે લોકસભામાં લેખીની ટિપ્પણી “ચેતવણી” હતી કે “ધમકી” હતી.
ટીએમસીએ કહ્યું- આ ખુલ્લી ધમકીનો સંકેત છે
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેએ સંસદમાં લેખી દ્વારા કરવામાં આવેલી EDની ટિપ્પણીઓને ચોંકાવનારી ગણાવી હતી. તેમણે કહ્યું કે મંત્રી હવે વિપક્ષી નેતાઓ સામે EDનો ઉપયોગ કરવાની “ખુલ્લેઆમ ધમકી” આપી રહ્યા છે.
Advertisement