કર્ણાટકની વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. શરુઆતના ટ્રેન્ડમાં સંખ્યા સતત બદલાઈ રહી છે, હવે કોંગ્રેસે જોરદાર લીડ બનાવી બહુમતીના આંકને પાર કરી લીધો છે. કોંગ્રેસ 137 અને ભાજપા 68 સીટો પર આગળ છે.
ભાજપાના તેના ગઢ બેંગલુરુમાં પણ પાછળ છે, સમગ્ર રાજ્યમાં 36 કેન્દ્રોમાં મત ગણતરીએ વલણો બદલ્યા છે. ચૂંટણી અધિકારીઓ બપોર સુધીમાં પરિણામ વિશે સ્પષ્ટ ચિત્રની અપેક્ષા રાખે છે. રાજ્યમાં 10 મેના રોજ 224 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 73.19 ટકાનું વિક્રમી મતદાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કાઉટિંગની વચ્ચે પ્રિયંકા ગાંધી શિમલા મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચી હતી. પ્રિયંકા શિમલા સ્થિત પ્રસિદ્ધ જાખૂ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરીને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
Advertisement