સિદ્ધારમૈયા શનિવારે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુરુવારે (18 મે, 2023), કોંગ્રેસે સીએમ પદ માટે તેમનું નામ ફાઈનલ કર્યું હોવાના સમાચાર પણ સામે આવી રહ્યાં છે.. મુખ્યમંત્રીના નામની ઘોષણા થયા પછી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર એકસાથે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
Advertisement
Advertisement
5 દિવસના મંથન બાદ આખરે કોંગ્રેસે નક્કી કર્યું કે રાજ્યની કમાન કોને સોંપવી. સાથે જ પાર્ટીએ નિર્ણય લીધો છે કે ડીકે શિવકુમાર કર્ણાટકના નવા ડેપ્યુટી સીએમ હશે.સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે મોડી રાત્રે લાંબી વાતચીત કરી હતી.
સૂત્રોએ એ પણ માહિતી આપી કે શપથ ગ્રહણ સમારોહ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે યોજાશે. બીજી તરફ આજે સાંજે બેંગલુરુમાં કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે જેમાં મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
બેંગલુરુની એક ખાનગી હોટેલમાં ગત રવિવારે સાંજે મળેલી કોંગ્રેસ વિધાનસભ્ય પાર્ટીએ પક્ષના અધ્યક્ષ ખડગેને ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવા માટે સત્તા આપતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ખડગે વિપક્ષી નેતાઓને કર્ણાટકના સીએમ અને ડેપ્યુટી સીએમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપી શકે છે. તેમણે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં યોજાશે.
જ્યારે જનતા દળ (સેક્યુલર) નેતા એચડી કુમારસ્વામીએ 2018માં ગઠબંધન સરકારમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, ત્યારે મોટી સંખ્યામાં વિપક્ષી નેતાઓએ સમારોહમાં હાજરી આપી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રાબાબુ નાયડુ, દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર, જનતા દળ (યુનાઈટેડ) શરદ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ અને ડાબેરી પક્ષોના સીતારામ યેચુરી અને ડી રાજા હાજર રહ્યા હતા.
આ પહેલા 2013માં સિદ્ધારમૈયાએ પણ શ્રી કાંતિરવ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખડગેએ બુધવારે મોડી રાત સુધી આગામી મુખ્યમંત્રીને લઈને રાજકીય ગતિરોધને તોડવા માટે કામ કર્યું હતું. કોંગ્રેસે 10 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં કર્ણાટકની 224 વિધાનસભા બેઠકોમાંથી 135 બેઠકો જીતી હતી. આમાં સત્તારૂઢ ભાજપને 66 બેઠકો મળી હતી, જ્યારે જેડી(એસ) માત્ર 19 બેઠકો જીતી શકી હતી.
Advertisement