પશ્ચિમ બંગાળમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના સોંગદનામામાં ધ કેરલા સ્ટોરી ફિલ્મ પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો બચાવ કર્યો છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે ફિલ્મમાં હેટ સ્પીચ છે અને તથ્યોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
મીડિયા રિપોર્ટ અનુસાર બંગાળ સરકારે કહ્યું કે, ગુપ્ત રિપોર્ટમાં કાનૂન વ્યવસ્થા બગડવાનો, સાંપ્રદાયિક વિવાદ, ચરમપંથી જૂથો વચ્ચે અથડામણની આશંકા વ્યક્ત કરી હતી. ફિલ્મમાં હેટ સ્પીચ (નફરતભર્યા નિવેદન) છે, જે ખોટી જાણકારીઓ પર આધારિત છે. આનાથી રાજ્યમાં હિંસા ભડકી શકે છે. નાણાકીય નુકશાન કોઈનો પણ મૌલિક અધિકારોનું હનન નથી.
ધ કેરલા સ્ટોરી ફિલ્મ પાંચ મેના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું, “અમારી પાસે ગુપ્ત માહિતી હતી કે જો ફિલ્મ રાજ્યમાં બતાવવામાં આવે તો તે શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.”
“રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે. તેથી, નફરતની હિંસાના કોઈપણ કેસને ટાળવાના આશયથી રાજ્ય દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.”
પશ્ચિમ બંગાળમાં ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવાના ફિલ્મ નિર્માતાઓના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ અંગે બંગાળ સરકારે પોતાનો જવાબ દાખલ કર્યો છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ પર સવાલ ઉઠાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે આ ફિલ્મ એવા રાજ્યોમાં પણ બતાવવામાં આવી રહી છે જ્યાં વસ્તીનું માળખું પશ્ચિમ બંગાળ જેવું છે. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળ સરકારે તેના પર પ્રતિબંધ શા માટે મૂક્યો?
Advertisement