મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. મિઝોરમની તમામ 40 વિધાનસભા બેઠકો પર 7 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે પરિણામો જાહેર થશે. ભાજપની વિપક્ષી પાર્ટી કોંગ્રેસ 13 ઓક્ટોબરે જ પોતાના 40 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂકી છે.
Advertisement
Advertisement
કોંગ્રેસે સોમવારે યાદી જાહેર કરી
કોંગ્રેસે સોમવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે તમામ 40 સીટો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાં પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ લાલસાવતાનું નામ પણ સામેલ છે. આ પહેલા પાર્ટીએ 39 ઉમેદવારોની યાદી જાહેર કરી અને બાદમાં સાંજે બાકી રહેલી એક બેઠક માટે પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મિઝોરમની મુલાકાતે હતા તે દિવસે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
ભાજપ તમારી સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાઓ પર હુમલો કરી રહી છે – રાહુલ ગાંધી
આઈઝોલમાં એક જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અહીં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને હું ઈચ્છું છું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે શું કર્યું છે તેનો તમે વિચાર કરો. આવનારી પેઢીઓમાં ડ્રગ્સ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જ્યારે ભાજપ તમારી સંસ્કૃતિ, તમારા ધર્મ, તમારી પરંપરાઓ પર હુમલો કરે છે ત્યારે MNF પાર્ટી તેને સમર્થન આપે છે.
ભાજપ કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો
ભાજપની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 28 બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત થવાની બાકી છે. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ સાથે ભાજપ સત્તામાં છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, મિઝો નેશનલ ફ્રન્ટે 26 બેઠકો જીતી હતી, જ્યારે જોરમ પીપલ્સ મૂવમેન્ટને આઠ અને કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી. ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર 12 ઉમેદવારોના નામોને મંજૂરી આપી દેવામાં આવી છે. બાકીના નામો પર ભાજપ ટૂંક સમયમાં આગળનો નિર્ણય લેશે. સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ અને મુખ્ય વિપક્ષી પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટે તમામ 40 બેઠકો માટે તેમના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે.
Advertisement