પશ્ચિમ બંગાળમાં આજે પંચાયત ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણોમાં TMC સૌથી આગળ ચાલી રહી છે. બંગાળમાં 8મી જુલાઈએ પંચાયત ચૂંટણી માટે મતદાન થયું હતું. પરંતુ પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસાને કારણે ચૂંટણી પંચે 10 જુલાઈએ 697 બૂથ પર ફેરમતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે. કૂચબિહારના દિનહાટામાં સોમવારે રાત્રે મતદાન મથકની બહાર ટીએમસી અને બીજેપી સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. બીજી તરફ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમણે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગે માહિતી આપી હતી.
Advertisement
Advertisement
TMCને બમ્પર લીડ…
TMC 2548 ગ્રામ પંચાયત સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 21 સીટ પર આગળ છે. જ્યારે, ટીએમસી 261 પંચાયત સમિતિ બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઈના ખાતા પણ હજુ ખૂલ્યા નથી. જિલ્લા પરિષદની બેઠકોમાં પણ આવું જ ચિત્ર છે. જિલ્લા પરિષદની 928માંથી 22 સીટો પર TMC આગળ છે. આ સાથે ભાજપ-કોંગ્રેસનું હજુ ખાતું પણ ખૂલ્યું નથી.
કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે – રાજ્યપાલ
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે આજે સવારે દક્ષિણ 24 પરગણામાં એક મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. રાજ્યમાં પંચાયતની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે બંગાળમાં વધી રહેલી હિંસા સામે લડત સતત ચાલુ રહેશે. જે લોકો હિંસા કરે છે, તેઓ જે દિવસે જન્મ્યા તે દિવસનો તેઓ પસ્તાવો કરશે. તમામ અધિકારીઓ ગુંડાઓ અને કાયદાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરશે.
આ અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝે ગઈકાલે સાંજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મીટિંગ બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અજવાળા પહેલા અંધારું હોય છે. આજે મને એકમાત્ર સંદેશ મળ્યો છે કે શિયાળાની ઋતુ આવે તો શું વસંત બહુ પાછળ રહી શકે ? આગામી દિવસોમાં વધુ સારું થશે.
Advertisement