જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા વિરુદ્ધ EDએ મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, પેપર લીક કેસમાં સંડોવણીના આરોપમાં તેમને ત્યાં આ દરોડો પાડવામાં આવ્યો છે. બીજી તરફ EDએ અપક્ષ ધારાસભ્ય ઓમ પ્રકાશ હુડલાના ઘરે પણ દરોડા પાડ્યા છે. હુડલાએ ગેહલોત સરકારને બચાવવામાં મદદ કરી હતી. તાજેતરમાં જ કોંગ્રેસે તેમને મહુવાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. EDની આ કાર્યવાહીથી ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.
Advertisement
Advertisement
રાજકીય નિવેદનબાજી ઉગ્ર બની
પેપર લીક કેસમાં રાજસ્થાનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ લગભગ એક ડઝન જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરા સહિત કોંગ્રેસના કેટલાંક નેતાઓના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે કહ્યું કે હવે ભાજપ જે ઈચ્છે તે કરી શકે છે, મધ્યપ્રદેશના મતદારો અને રાજસ્થાનના મતદારો બધું સમજી રહ્યા છે.
दिनांक 25/10/23
राजस्थान की महिलाओं के लिए कांग्रेस की गारंटियाँ लॉंच
दिनांक 26/10/23
-राजस्थान कांग्रेस अध्यक्ष गोविन्द सिंह जी डोटासरा के यहाँ ED की रेड
– मेरे बेटे वैभव गहलोत को ED में हाज़िर होने का समन
अब आप समझ सकते हैं, जो मैं कहता आ रहा हूँ कि राजस्थान के अंदर ED की… pic.twitter.com/6hUbmCHCW1
— Ashok Gehlot (@ashokgehlot51) October 26, 2023
બીજી બાજુ, રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે આ મામલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ પગલાની ચૂંટણીમાં શું અસર થશે તે તો સમય જ કહેશે, ચૂંટણી હજુ દૂર છે. હું માનું છું કે રાજસ્થાનમાં કોંગ્રેસની સ્થિતિ ઘણી સારી છે. અમે ચૂંટણી જીતવાના છીએ. અમારું કામ સારું છે અને અમે ચૂંટણી જીતીશું.
#WATCH जयपुर: प्रवर्तन निदेशालय द्वारा राजस्थान कांग्रेस प्रमुख गोविंद सिंह डोटासरा के जयपुर स्थित आवास पर छापेमारी कांग्रेस नेता सुखजिंदर सिंह रंधावा ने कहा, “… जहां-जहां ED जाएगी वहां-वहां कांग्रेस जीतकर आएगी…” pic.twitter.com/FVYSfYZiNY
— ANI_HindiNews (@AHindinews) October 26, 2023
રાજ્યમાં 7 સ્થળોએ EDની કાર્યવાહી
EDએ રાજસ્થાનના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહના જયપુર અને સીકર સ્થિત આવાસ પર દરોડા પાડ્યા છે. રાજ્યમાં 7 સ્થળોએ પણ કાર્યવાહીની માહિતી મળી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાજસ્થાનમાં પેપર લીક કેસમાં ભૂપેન્દ્ર સરનની મની લોન્ડરિંગના આરોપસર ધરપકડ કરી હતી. રાજસ્થાન પોલીસની એફઆઈઆરના આધારે ઈડીએ ભૂપેન્દ્ર સરન અને અન્યો સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. EDની તપાસમાં બહાર આવ્યું છે કે ભૂપેન્દ્રએ અન્ય આરોપીઓ સાથે મળીને શિક્ષક ગ્રેડ II સ્પર્ધાત્મક પરીક્ષા 2022નું જનરલ નોલેજનું પેપર લીક કર્યું હતું.
Advertisement